ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

સુરત ક્રાઈમ બ્રાન્ચે 2.5 કરોડની ઠગાઈ કરનારા વેપારીની કરી ધરપકડ

હીરાના અનેક વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરનારા મુંબઈના રાજસ્થાની વેપારીની સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે. આરોપી પપ્પુ ઉર્ફે પ્રવીણ ઉર્ફે ભાવિન શાહ બાબુલાલ જૈન સામે સુરતના હીરા વેપારીએ રૂપિયા 2.5 કરોડની ઠગાઇની ફરિયાદ માર્ચ મહિનામાં નોંધાવી હતી.

By

Published : Sep 19, 2020, 8:36 PM IST

ETV BHARAT
2.5 કરોડની ઠગાઈ કરનારા વેપારીની ધરપકડ

સુરત: શહેરના મહિધરપુરા હીરા બજારમાં હર્ષલ ડાયમડના નામે નિતેશ શાહ હીરાનો વેપાર કરે છે. સપ્ટેમ્બર 2018માં બેંગ્લોરના ડીજે ડાયમંડના નામે હીરાનો વેપાર કરતાં ભાવિન સાથે તેમની ઓળખ થઈ હતી અને ત્યારબાદ ધીરે-ધીરે તેમના વચ્ચે વેપાર શરૂ થયો હતો. ભાવિને ધીરે-ધીરે આ વિશ્વાસનો લાભ ઉઠાવી ત્રીસ દિવસના પેમેન્ટ કરી આપવાનો વિશ્વાસ આપી 15 ઓક્ટોબર 2018થી 28 માર્ચ 2019 દરમિયાન રૂપિયા 2.54 કરોડના હીરા ખરીદ્યા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચે 2.5 કરોડની ઠગાઈ કરનારા વેપારીની કરી ધરપકડ

ખરીદી સામે ભાવિનેને માત્ર 4.5 લાખ રૂપિયાનું પેમેન્ટ કરાવ્યું હતું, જ્યારે પેમેન્ટ આપવાનો સમય થયો ત્યારે ભાવિન અવાર-નવાર વાયદાઓ કરતો હતો અને બાદમાં ઓફિસ તથા મોબાઈલ બંધ કરીને ભાગી છૂટ્યો હતો. વર્ષ 2019માં નિતેશભાઇને માહિતી મળી કે, ભાવિને પોતાનું ખોટું નામ રજુ કર્યું છે અને તેનું સાચું નામ પપ્પુ ઉર્ફે પ્રવીણ શાહ જૈન છે.

પૈસાની વારંવાર ઉઘરાણી કરતા નિતેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી નિતેશભાઇ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં પપ્પુ પ્રવીણ વિરુદ્ધ 9 માર્ચના રોજ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આખરે પપ્પુ ઉર્ફે પ્રવીણની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details