પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યામાં દર્શાવવાનો પતિનો પ્રયાસ - ahemadabad
અમદાવાદ: પતિએ પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ પોલીસથી બચવા પતિએ પત્નીના મૃતદેહને આત્મહત્યા કરી હોય તે રીતે ગોઠવણ કરી હતી. પરંતુ, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેને લઇને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
શહેરના દાણીલીમડામાં રહેતા યુવકને જમાલપુર સાથેની યુવતી સાથે પ્રેમ હતો. ત્યાર બાદ તેણે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ થોડા સમય સુધી લગ્ન જીવન સારૂ ચાલ્યું હતું. પરંતુ, લગ્ન પછી પતિ પત્ની પર શંકા કરતો હતો અને માર પીટ કરતો હતો. આ અંગે પત્નીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ અચાનક જ સોએબે પત્ની મીસબાના ઘરે મીસબાએ આત્મહત્યા કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ અંગે દાણીલીમડા પોલીસે પણ તપાસ શરુ કરી હતી, જયારે પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે મીસબાએ આત્મહત્યા નથી કરી પરંતુ તેને માર મારી દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ અંગે પતિ સોએબની ધરપકડ કરી હતી. દાણીલીમડા પોલીસ આરોપી પતિની વધુ પૂછપરછ હાથ ધરી છે.