ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

મોરબીમાં બળાત્કારના કેસના આરોપીનો જામીન પર છૂટકારો - મોરબી

મોરબી: શહેરમાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને યુવતી સાથે શરીરિક સંબંધો બાંધી સગર્ભા બનાવી દીધી હતી. જે મામલે યુવતીની ફરિયાદ બાદ પોલીસ વિભાગ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો આ સમગ્ર મામલે દુષ્કર્મના આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેથી હાલમાં આરોપીને જામીન પર છોડવામાં આવ્યો છે.

ન્યાયમંદિર, મોરબી

By

Published : Apr 29, 2019, 12:27 PM IST

મોરબીની એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી જીવણ જયંતી બારૈયાએ તેની સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લઇ અવારનવાર શારીરિક સંબંધ બાંધીને 3 થી 4 માસનો ગર્ભ રાખી દીધો હતો. આ અંગે મોરબીના B ડિવિઝન પોલીસ મથક પર ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

જો કે, આરોપીએ મોરબીના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ ફરિયાદીની મરજી વિરૂદ્ધ કોઈ બળાત્કાર કર્યો નથી. આમ તમામ દલીલોના અંતે કોર્ટે આરોપીને રૂપિયા 10,000ના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી તરફી મોરબી જિલ્લાના પ્રખ્યાત વકીલ દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, પૂનમ અગેચણીયા, જે. ડી. સોલંકી વિવેક વરસડા, સુનિલ માલકીયા, હિતેશ પરમાર, નીધિ વાગડિયા, રણજીત વિઠલાપરા અને સાગર પટેલ રોકાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details