દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ફેક્ટરી ફળિયામાં જ રહેતી ટીનાબેન પટેલ કુદરતી હાજતે ગઈ હતી તે સમયે તેના દિયર પ્રવિણભાઈ પટેલે ટીનાબેનના શરીરે દાતરડાથી જીવલેણ હુમલો કરી સ્થળ પર મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાને અંજામ આપી દિયર હાલ ફરાર છે.
દાહોદ જિલ્લાના પાણીયા ગામે આડા સંબંધના વહેમે દિયરે ભાભીને મોતને ઘાટ ઉતારી - gujaratnews
દાહોદઃ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે આડા સંબંધના વહેમે દિયરે ભાભીને શરીરેના ભાગે દાતરડાના જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દિયરે હત્યાને અંજામ આપી નાસી જતા પોલીસ તેની શોધખોળ આદરી રહી છે. ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે પંથકમાં અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે.
દાહોદ જિલ્લાના પાણીયા ગામે આડા સંબંધના વહેમે દિયરે ભાભીને મોતને ઘાટ ઉતારી
આ ઘટનાની જાણ પરિવારજનો સહિત ગ્રામજનોમાં વાયુવેગે થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને પણ જાણ થતાં તરત જ સ્થળ પર દોડી આવી હતી અને મહિલાના મૃતદેહનો કબજો મેળવી નજીકના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા દિયરની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં અનેક પ્રકારની ચર્ચાઓ જોર પકડ્યું છે