મોરબીના ગૌરક્ષક દિનેશ લોરિયાએ તેના સાગરિતો સાથે મળીને કાર પર નકલી ફાયરીંગનું નાટક રચ્યું હતું. તેમજ નકલી ફરિયાદી બનીને દિનેશભાઇ લોરિયાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો કર્યો હતો. આ કેસમાં મોરબીમાં રેહતા સિકંદર ઇસ્માઇલ તરાયા, ઇબ્રાહીમ ઇસ્માઇલ તારાયા, અબ્દુલ ઓસમાણ તરાયા, અશ્વિન પરમાર અને સંદીપ માવજી મેરજા સહિત 6 આરોપીઓ હતા. જેમણે દિનેશ સાથે મળીને પોલીસને ખોટા પુરાવા આપીને ગેરમાર્ગે દોર્યા હતા, પરંતુ પોલીસે તેમના નાટકને ખુલ્લું પાડી 6 આરોપીમાંથી પાંચને જેલ ભેગા કર્યા હતા.
મોરબી નકલી ફાયરીંગ કેસમાં ફરાર આરોપી પોલીસના ઝબ્બે - Ravi Motwani
મોરબીઃ મોરબીમાં ગૌરક્ષક દ્વારા નકલી ફાયરીંગ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્નો કર્યો હતો. 6 આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આ કેસમાં પોલીસે 5 આરોપીને પકડ્યા હતા. જેમાંથી એક ફરાર આરોપીની ધકપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી રિમાન્ડ મેળવવાની તજવીજ આદરી છે.
મોરબીમાં નકલી ફાયરીંગ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો
આરોપી દિનેશ લોરીયા સહિત ત્રણ સાગરીતોને ઝડપી લીધા બાદ બી ડિવીઝનના પી.આઇ એમ.ઓઢિયાના વઢપણ હેઠળ પોલીસની ટીમે બાકીના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં મોરબીના ફરાર આરોપી સંદિપ માવજીને ઝડપી તેના વિરૂદ્ધ ફાયરીંગને સમર્થન આપવા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગૂનો નોંધ્યો છે. તેમજ આગળની તપાસ હાથ ધરી રિમાન્ડ મેળવવાની તજવીજ આદરી છે.