માહિતી પ્રમાણે, જામનગરન ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા કિશોરસિંહ પવનસિંહે પોતાની પત્ની દક્ષા બા પર વારાંવરા શંકા કરતો હતો. જે બાદ પોતાના જ ઘરમાં પત્નીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ યુવાન પોલીસ મથકમાં હાજર થયો હતો. જ્યાં પોલીસે હત્યાનો ગુનો નોંધી કિશોરસિંહની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
જામનગરમાં પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદ - Crime News
જામનગરઃ શહેરના ખોડીયાર કોલોનીમાં રહેતા યુવકે પોતાની પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જે કેસમાં જામનગરની અદાલતે પુરાવા, દલીલ અને સાક્ષીઓને આધારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
અદાલત
આ હત્યાના બનાવ પહેલા પણ, મૃતકના પિતા તથા પરિવારના સભ્યોએ જમાઈ જોશી દ્વારા અવારનવાર પત્ની પર ખોટી શંકા કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ કરી હતી.
હત્યાનો કેસ હાલ સુધી જામનગરની અદાલતમાં ચાલી રહ્યો હતો, જેમાં આરોપીની કબુલાત, મૃતકના પરિવારજનોના નિવેદન તથા એપીપી કોમલ ભટ્ટની રજૂઆતો ધ્યાને લઇ જજ રાવલે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે.