ગત 9 જૂનના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ખાતે મધરાતે સંજયસિંહની સાત રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામા આવી હતી. આ ગુનાની તપાસ LCB અને SOG શાખાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારના મોબાઈલ ટાવરોના ડેટા ભેગા કરવામાં આવ્યા હતા.
સુરતનો બહુચર્ચિત પતિ, પત્ની ઓર વોના ચકચારી હત્યા પ્રકરણમાં 4 આરોપીઓ જેલના હવાલે - mahuva news
સુરતઃ જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ખાતે થયેલ બહુચર્ચિત સંજયસિંહની હત્યા પ્રકરણમાં પોલીસે પત્ની કૃપા દેસાઇ, કાંતિ રાજપુરોહિત, શ્રવણ રાજપુરોહિત, શૂટર હનુમાન સિંગ રાજપુરોહિતને ઝડપી પાડયા હતા. જ્યારે આ ગુનામાં વોન્ટેડ આરોપી પહાડસિંગને કડોદરા GIDC પોલીસે બાતમીના આધારે કડોદરા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી LCB પોલીસને તેનો કબ્જો સોંપ્યો હતો.
જેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી સંજયસિંહ દેસાઈની હત્યા તેની કામુધ પત્ની કૃપા દેસાઇએ તેના પ્રેમી કાંતિ રાજપુરોહિત સાથે મળી કાવતરું રચી કરવી નાંખી હતી. જે કેસમાં શૂટર હનુમાનસિંગ સાથે કાર ચલાવીને આવેલ પહાડસિંગ રાજપુરોહિતને વોંટેડ જાહેર કર્યા હતા. જેની સોમવારના રોજ કડોદરા નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કૃપા દેસાઈના કાંતિ રાજપુરોહિત સાથે પ્રેમ સંબંધ હતા અને પત્ની કૃપાએ શૂટર હનુમાન સિંગને 10 લાખ રૂપિયાની સોપારી આપી હત્યા કરાવી હતી.
હાલમાં પકડાયેલ પહાડસિંગ રાજસ્થાનના બાળોત્રાના સરાનાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તેમજ પહાડસિંગ શુટર હનુમાન સિંગની મદદમાં આવ્યો હતો. તેમજ હત્યા સમયે પણ તેની સાથે જ હતો. ઘણા દિવસોથી તે પોલીસ પકડમાંથી દૂર રહ્યા બાદ આજે પોલીસ પકડમાં આવી ગયો હતો. સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધારા ગામે પતિ પત્ની ઓર વોના ચકચારી હત્યા ભેદમાં પત્ની કૃપા દેસાઈ , હનુમાન સીંગ , પ્રેમી કાંતિ સાથે અન્ય એક આરોપી શ્રવણ સીંગ સહિત ચાર આરોપીઓ જેલના હવાલે થઈ ગયા છે.