અમદાવાદમાં 14 વર્ષીય સગીરાને શખ્સે ધમકી આપી શારીરિક અડપલા કર્યા - gujarati news
અમદાવાદઃ મેઘાણીનગર વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાના ઘરમાં ઘુસી એક શખ્સે ધમકી આપીને શારીરિક અડપલા કર્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. ભોગ બનનાર સગીરાના પરિવારનો આક્ષેપ છે કે, આરોપી સટ્ટાનો ધંધો કરતો હતો અને અગાઉ ફરિયાદો થઇ હોવાની અદાવત રાખી તેણે આ હરકત કરી હતી.
કોન્સેપ્ટ ફોટો
ત્યારબાદ આસિફે સગીરા સાથે શારીરિક અડપલાં કરી ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનો પરિવાર ઘરે આવતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. આરોપી સટોડિયો હોવાથી સગીરાનો પરિવાર ડરી ગયો હતો. આ મામલે પરિવારે આરોપી સામે મેઘાણીનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.