વોશિંગટનઃઅમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કે આખરે ટ્વીટરનો ફસાયેલો સોદો પાર પાડી દીધો છે. ટ્વીટર ખરીદીને એલન મસ્ક ટ્વીટરના (Elon Musk took control of Twitter) માલિક બન્યા છે. એક રીપોર્ટને આધારે માલિક બન્યા બાદ તેમણે પહેલું કામ ભારતીય મૂળના ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલને કાઢી (Elon Musk sacked Parag Agrawal) મૂક્યા છે. એમની સાથે CFO નેડ સેગલને પણ કંપનીમાંથી કાઢી મૂક્યા છે. એટલું જ નહીં બન્નેને કંપનીના હેટક્વાર્ટરમાંથી પણ જાકારો આપી દેવાયો છે.
પરાગ અગ્રવાલ કોણ છે?:પરાગ અગ્રવાલેIIT બોમ્બેમાંથી અભ્યાસ કર્યો છે. તેણે કોમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમણે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી હતી. યાહૂ, માઈક્રોસોફ્ટ અને એટી એન્ડ ટી સાથે કામ કર્યા બાદ પરાગ ટ્વિટરમાં જોડાયો. તેમને આ ત્રણ કંપનીઓમાં સંશોધનલક્ષી હોદ્દાનો અનુભવ હતો. તેણે ટ્વિટરમાં એડ-સંબંધિત ઉત્પાદનો પર કામ કરીને શરૂઆત કરી. પરંતુ, બાદમાં તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2017માં તેમને કંપનીના સીટીઓ બનાવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ ટ્વિટરમાં હતા.
મોટું એલાનઃ તારીખ 13 એપ્રિલના રોજ એલન મસ્કે ટ્વીટર ખરીદવાનું એલાન કર્યું હતું. પરાગ કંપનીના નાણાકીય વ્યવહારો અને ઓનલાઈન વિભાગનું કામ જોતા હતા. તેમણે હવે સનફ્રાંસિસ્કો હેડક્વાર્ટર છોડી દીધું છે. પરાગ અગ્રવાલે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ચાર્જ સંભાળ્યો હતો. પણ વર્ષ 2022નો નવેમ્બર મહિનો આવે એ પહેલા એમની હાંકલપટ્ટી કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને 54.2 ડૉલર પ્રતિ ડૉલર શેર રેટથી 44 અબજમાં ખરીદવાની ઓફર હતી. પરંતુ એ સમયે સ્પામ અને ફેક એકાઉન્ટને કારણે આ ડીલ પાર પડી શકી ન હતી.