અંકારા:સીરિયામાં આવેલા મહાવિનાશકારી ભૂકંપથી તુર્કી-સીરિયામાં મૃતકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલ તૂટી ગયેલી ઇમારતોમાં રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. બચાવ કામગીરી દરમિયાન લાખો બેઘર લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવી રહ્યા છે. મૃત્યુઆંકમાં વધારો થઈને 50 હજારને પર થઇ ચુક્યો છે.
મૃત્યુઆંક 50 હજારને પાર:મળેલી માહિતી અનુસાર તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 50,000 થી વધુ થઈ ગયો છે. આ ક્ષેત્રમાં 1,60,000 થી વધુ ઇમારતો તૂટી ગઈ છે અથવા ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં લગભગ 5,20,000 એપાર્ટમેન્ટ્સનો નાશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પહેલેથી જ આશરે 50 હજાર લોકોના મૃત્યુની સંભાવના વ્યક્ત કરી હતી. તુર્કીમાં 44 હજાર લોકો માર્યા ગયા છે.
તુર્કીમાં ફક્ત 44 હજાર લોકોના મોત:ડિઝાસ્ટર એન્ડ ઇમર્જન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએડી) એ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે ભૂકંપને કારણે તુર્કીમાં મૃત્યુઆંક વધીને 44,218 થઈ ગયો છે. સીરિયામાં તાજેતરના ડેટા અનુસાર, 5,914 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, બંને દેશોમાં સંયુક્ત મૃત્યુની સંખ્યા વધીને 50 હજારને પાર થઇ ચુક્યો છે.