અમદાવાદ: તુર્કી અને સીરિયામાં અનેક ભૂકંપ આવતાં બંને દેશોમાં હજારો લોકો મોતને ભેટ્યા છે. ભારતીય વાયુસેનાના ગ્લોબમાસ્ટર C-17એ 100 ભારતીય સૈન્ય અધિકારીઓ સાથે તબીબી સાધનો સાથે 07 ફેબ્રુઆરીના રોજ હિંડોન એરબેઝ, ગાઝિયાબાદથી તુર્કી માટે ઉડાન ભરી હતી. તાજેતરના અહેવાલ મુજબ મૃત્યુઆંક વધીને 7,200 પર પહોંચી ગયો છે.
“અમે ભૂકંપ પીડિતોની સારવાર માટે તુર્કીમાં તબીબી સુવિધા લઈ રહ્યા છીએ. અહીંથી કુલ 100 આર્મી અધિકારીઓ રવાના થઈ રહ્યા છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને સર્જન સહિત તબીબી નિષ્ણાતો અને પેરામેડિકલ સ્ટાફ અમારી સાથે હાજર છે.” -કમાન્ડિંગ ઓફિસર
લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ:સોમવારે MoD (Army) ના IHQ ના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશન એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "#IndianArmy માનવતાવાદી સહાયતા ટીમના સભ્યો તેમના કાર્યને અંજામ આપવા અને ભૂકંપના અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. ટીમ રાહત અને તબીબી સહાય પૂરી પાડવા માટે સારી રીતે સજ્જ અને સજ્જ છે."
તૂર્કીનાં રાજદૂતએ ભારતનો માન્યો આભાર:તૂર્કીનાં રાજદૂતએ કહ્યું કે, ભૂકંપ પછીનાં આ મહત્વનાં પ્રાથમિક કલાકોમાં અમને સર્ચ અને રેસ્ક્યૂ ટીમો ખાસ કરીને ટ્રેઈન થયેલા ડોગની ટીમની જરૂરિયાત રહે છે. તેમણે કહ્યું કે, અમે જ્યારે મેડિકલ રાહત માટે આંતરરાષ્ટ્રીય મદદની માગ કરી રહ્યાં હતાં ત્યારે ભારત સૌથી પહેલો એવો દેશ હતો જેણે તાત્કાલિક આ મુદે પ્રતિક્રિયા આપી. 'દોસ્ત' જ એકબીજાને મદદ કરે છે, તુર્કીએ કોરોના સમયે ભારતને મેડિકલ મદદ મોકલી હતી.