કાબુલ: અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ દેશની મહિલાઓ માટે યુનિવર્સિટી શિક્ષણ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને જારી કરેલા (Taliban ban Afghan women from university education )પત્રમાં આ આદેશ આપ્યો છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી નેદા મોહમ્મદ નદીમ દ્વારા હસ્તાક્ષર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમને તમામને આગામી સૂચના સુધી મહિલાઓના શિક્ષણને સ્થગિત કરવાના ઉલ્લેખિત આદેશને અમલમાં મૂકવાની જાણ કરવામાં આવે છે. મંત્રાલયના પ્રવક્તા ઝિયાઉલ્લાહ હાશિમી, જેમણે પત્રને ટ્વીટ કર્યું, એજન્સ ફ્રાન્સ-પ્રેસને એક ટેક્સ્ટ સંદેશમાં આદેશની પુષ્ટિ કરી.
શિક્ષણના વર્ષો ગુમાવ્યા:અફઘાનિસ્તાનમાં લેક્ચરર, 52 વર્ષીય મીનાએ કહ્યું કે,(Afghan women education) મારી વિદ્યાર્થીનીઓ વિચલિત છે અને મને ખબર નથી કે તેમને કેવી રીતે દિલાસો આપવો, એમણે પ્રતિશોધના ડરથી ઉપનામનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી એક દૂરના પ્રાંતમાંથી તમામ મુશ્કેલીઓને પાર કરીને કાબુલ આવી હતી કારણ કે તેણીને અહીંની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો. તેની બધી આશાઓ અને સપનાઓ આજે ચકનાચૂર થઈ ગયા. મીના, જે 1990 ના દાયકાના અંતમાં તાલિબાનોએ સત્તા પર કબજો કર્યો ત્યારે યુનિવર્સિટીમાં હતી, તેણે કહ્યું કે તે તેના વિદ્યાર્થીના ડરને સારી રીતે સમજી શકે છે. છેલ્લી વખત જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે મેં મારા શિક્ષણના વર્ષો ગુમાવ્યા, અને જે દિવસે તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યો, હું જાણતી હતી કે તેઓ યુનિવર્સિટીમાં છોકરીઓને પ્રતિબંધિત કરશે.