નવી દિલ્હી/ચેન્નઈ/કોલંબો:શ્રીલંકાના આર્મી ચીફ જનરલ શવેન્દ્ર સિલ્વાએ (Sri Lankan Army Chief General Shavendra Silva) રવિવારે એક નિવેદન જારી કરીને લોકોને શાંતિ જાળવવા (Sri Lankan Army Called For Peace) વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, વર્તમાન રાજકીય સંકટનો ઉકેલ શક્ય છે. તેમણે લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરી છે. સેના પ્રમુખના નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામું આપવા સંમત થયા છે. તેઓ સંભવતઃ 13 જુલાઈના રોજ પદ છોડી દેશે.
આ પણ વાંચો:શ્રીલંકામાં આર્થિક સંકટઃ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ જાહેર કરી ઈમરજન્સી
ખાનગી નિવાસને આગ : શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી (Economic Crisis In Sri Lanka) અંગે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગણી સાથે શનિવારે સેન્ટ્રલ કોલંબોના ભારે રક્ષિત ફોર્ટ વિસ્તારમાં આવેલા રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં મોટી સંખ્યામાં વિરોધીઓ ઘૂસી ગયા હતા. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપવાની ઓફર કર્યા પછી પણ, વિરોધીઓએ તેમના ખાનગી નિવાસને આગ ચાંપી દીધી હતી.