ગુજરાત

gujarat

International Crime News : મેક્સિકોમાં ગેંગ વોર, કાર રેસિંગ દરમિયાન ફાયરિંગ થતા 10ના થયા મોત

By

Published : May 21, 2023, 3:21 PM IST

કેલિફોર્નિયામાં કાર રેસમાં ભાગ લેનારાઓ પર એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. ન્યૂઝ એજન્સી સિન્હુઆએ એન્સેનાડાના અધિકારીઓને ટાંકીને કહ્યું કે, હુમલામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 10 લોકો માર્યા ગયા છે.

Etv Bharat
Etv Bharat

મેક્સિકો સિટી :મેક્સીકન રાજ્યના બાજા કેલિફોર્નિયામાં કાર રેસમાં ભાગ લઈ રહેલા એક જૂથને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને અન્ય 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક મીડિયા દ્વારા આ માહિતી બહાર આવી રહી છે. મિલેનિયો અખબારે સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, શનિવારે બાજા કેલિફોર્નિયાના એન્સેનાડામાં હાઇવે પર પાર્ક કરાયેલી કાર રેસના સહભાગીઓ પર સશસ્ત્ર માણસોના એક જૂથે વાહનમાંથી બહાર નીકળીને ગોળીબાર કર્યો હતો.

રાજ્યના એટર્ની જનરલ રિકાર્ડો ઇવાન કાર્પિયો સાંચેઝે તપાસ માટે એક વિશેષ જૂથ બનાવ્યું છે. પીડિતોની ઓળખ અથવા રાષ્ટ્રીયતા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ફોક્સ8ના રિપોર્ટ અનુસાર, મેક્સિકોના રેડ ક્રોસ ઘાયલોને ઉત્તરી બાજા કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં લઈ ગયા હતા. - મેયર અરમાન્ડો અયાલા રોબલ્સ

કાર રેસિંગ દરમિયાન થયું અંધાધૂધ ફાયરિંગ :ન્યૂઝ એજન્સી સિન્હુઆએ એન્સેનાડાના અધિકારીઓને ટાંકીને કહ્યું કે, હુમલામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 10 લોકોના મોત થયા છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. બાજા કેલિફોર્નિયા સ્ટેટ એટર્ની જનરલ ઓફિસના જણાવ્યા અનુસાર, એન્સેનાડા શહેરના સેન વિસેન્ટ વિસ્તારમાં ઓલ-ટેરેન કાર રેસિંગ શો દરમિયાન આ હુમલો થયો હતો. મ્યુનિસિપલ અને રાજ્ય પોલીસ, મરીન, ફાયર વિભાગ અને મેક્સિકન રેડ ક્રોસ, અન્ય એજન્સીઓ સાથે, ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Tahawwur Rana Extradition: મુંબઈ 26/11 હુમલાનું કાવતરું ઘડનાર પાકિસ્તાનીને ભારત લાવવામાં આવશે

Chinese Fishing Boat: હિંદ મહાસાગરમાં ચીનની માછીમારીની બોટ ડૂબી, 39 લોકો ગુમ, બચાવ કામગીરી તેજ

US Firing: મેક્સિકોના ફાર્મિંગ્ટનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત ચારના મોત

10 લોકોના થયા કમકમાટીભર્યા મોત :સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે લાંબી બંદૂકો સાથેના માણસો ગ્રે વાનમાંથી બહાર આવ્યા અને લગભગ 2:18 વાગ્યે ગેસ સ્ટેશન પર સહભાગીઓ પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું.

ABOUT THE AUTHOR

...view details