કૈરો : લીબિયાના પૂર્વીય શહેર ડેરનામાં કામ કરી રહેલા રેસ્ક્યૂ વર્કર્સે મંગળવારે 1,500 થી વધુ મૃતદેહોને બહાર કાઢ્યા હતાં. એવી આશંકા હતી કે 10,000 લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ સાથે મૃત્યુઆંક વધી શકે છે. પૂરના પાણીથી સર્જાયેલી તબાહીમાં ડેરનામાં મૃત્યુઆંક 5,300ને વટાવી ગયો છે. રાજ્ય સંચાલિત સમાચાર એજન્સીએ મંગળવારે પૂર્વ લિબિયાના આંતરિક મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અબુ-લામૌશાને ટાંકીને જણાવ્યું હતું. ડેરના એમ્બ્યુલન્સ ઓથોરિટીએ જણાવ્યાં અનુસાર આ પહેલાં મૃત્યુઆંક 2,300 હતો.
અરાજકતાથી ત્રસ્ત રાષ્ટ્રની નબળાઈ સામે આવી :ભૂમધ્ય વાવાઝોડા ડેનિયલ દ્વારા મચેલા ચોંકાવનારા મૃત્યુ અને વિનાશએ તોફાનની તીવ્રતા તરફ દુનિયાનું ધ્યાન દોર્યું હતું, સાથે જ પરંતુ એક દાયકા કરતાં વધુ સમયથી અરાજકતાથી ત્રસ્ત રાષ્ટ્રની નબળાઈ તરફ પણ ધ્યાન દોર્યું હતું. દેશને પ્રતિસ્પર્ધી સરકારો દ્વારા પૂર્વમાં અને પશ્ચિમમાં બીજી સરકાર ચાલે છે. પરિણામે ઘણા ક્ષેત્રોમાં માળખાકીય સુવિધાઓની અવગણના થઈ છે.
ડેરના શહેરમાં બની દુર્ઘટના
1500 શબ દફનાવાયા :દુર્ઘટનાના 36 કલાકથી વધુ સમય બાદ મંગળવારે ડેરના પહોંચવા માટે બહારની મદદ શરૂ થઈ શકી હતી. પૂરને કારણે લગભગ 89,000ની વસતી ધરાવતા દરિયાકાંઠાના શહેર સુધી પહોંચવાના ઘણા રસ્તાઓને નુકસાન થયું છે જેમાં મોટાભાગના નાશ પામ્યાં છે. એખ ફૂટેજમાં એક હોસ્પિટલ યાર્ડમાં ડઝનેક મૃતદેહ કપડાંથી ઢંકાયેલા જોવા મળ્યા હતા. તો બીજી એક તસવીરમાં મૃતદેહોથી ભરેલી સામૂહિક કબર જોવા મળી હતી. પૂર્વી લિબિયાના આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે મંગળવાર સાંજ સુધીમાં 1,500થી વધુ શબ એકત્રિત કરવામાં આવ્યા હતાં અને તેમાંથી અડધાને દફનાવવામાં આવ્યા હતાં.
મૃત્યુઆંક વધી શકે :આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીઝ માટે તામેર રમઝાન લીબિયાના રાજદૂતે જણાવ્યું હતું કે મૃત્યુઆંક હજુ વધુ હોવાની સંભાવના છે. તેમણે ટ્યુનિશિયાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જીનીવામાં યુએન બ્રીફિંગમાં જણાવ્યું કે ઓછામાં ઓછા 10,000 લોકો હજુ પણ ગુમ છે. તેમણે મંગળવાર બાદ જણાવ્યું હતું કે 40,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
બે ડેમ તૂટ્યાં :લીબિયામાં પરિસ્થિતિ એટલી જ વિનાશક છે જેટલી મોરોક્કોના રમાદાનમાં હતી. તેમણે શુક્રવારે રાત્રે મરાકેશ શહેરની નજીક આવેલા ઘાતક ભૂકંપનો ઉલ્લેખ કર્યો હતો. આ વિનાશક ભૂકંપની અસરને લઇ રવિવારે રાત્રે ડેરના અને પૂર્વી લીબિયાના અન્ય ભાગોમાં ડેનિયલ વાવાઝોડાએ દરિયાકાંઠાને ધક્કો માર્યો તેમ ડેરનાની બહારના ડેમ તૂટી ગયાં હતાં. રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓએ જોરથી વિસ્ફોટ સાંભળ્યા અને શહેરની બહારના ડેમ તૂટી ગયા હોવાનું જાણ્યું. તેટલામાં પહાડોમાંથી શહેરમાંથી વહેતી નદીનું પાણી ધસી આવ્યું હતું.
સ્થાનિકની પ્રતિક્રિયા :અહેમદ અબ્દલ્લા નામના એક રહેવાસીએ કહ્યું કે પાણીએ બધું ભૂંસી નાંખ્યું છે. રહેવાસીઓ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલ વિડીયોમાં કાદવ અને ભંગારનો મોટો ઢગલો જોવા મળ્યો હતો. જ્યાં નદીના બંને કિનારા પરના પાણીએ પડોશીઓને વહી ગયાં હતાં. મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટ બિલ્ડીંગો કે જે એક સમયે નદીકિનારાથી સારી એવી દૂર હતી તે તૂટી પડી વહી ગયાં હતાં. પૂરના પાણીના ભારે પ્રવાહમાં કારના એકબીજા પર ઢગલા થઇ ગયેલાં જોવા મળ્યાં.
72 કલાક પહેલાં ચેતવણી જારી :લીબિયાના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે મંગળવારે જણાવ્યું હતું કે તેણે તોફાન ડેનિયલ માટે તેની ઘટનાના 72 કલાક પહેલા આત્યંતિક હવામાન ઘટના માટે પ્રારંભિક ચેતવણીઓ જારી કરી હતી અને તમામ સરકારી અધિકારીઓને ઈ-મેલ દ્વારા અને મીડિયા દ્વારા સૂચિત કર્યા હતાં અને નિવારક પગલાં લેવા વિનંતી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે બાયદામાં રવિવારથી સોમવાર સુધીમાં રેકોર્ડ 414.1 મિલીમીટર (16.3 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
સરકારની ક્ષમતાની બહાર તબાહી : સ્થાનિક રેસ્ક્યૂ વર્કર્સે સહિત સૈનિકો સરકારી કર્મચારીઓ સ્વયંસેવકો અને રહેવાસીઓ મૃતકોની શોધમાં કાટમાળમાંથી ખોદવામાં આવ્યા હતાં. તેઓ પાણીમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ફ્લેટેબલ બોટનો પણ ઉપયોગ કરાયો હતો. પૂર્વી લિબિયાના આરોગ્યપ્રધાન ઓથમન અબ્દુલજલીલે જણાવ્યું હતું કે ઘણા મૃતદેહો કાટમાળ હેઠળ ફસાયેલા હોવાનું માનવામાં આવે છે અથવા તો વહીને ભૂમધ્ય સમુદ્રમાં તણાઇ ગયાં હતાં. અમે વિનાશની માત્રાથી સ્તબ્ધ થઈ ગયા હતાં. દુર્ઘટના ખૂબ જ મોટી છે અને ડેરના અને સરકારની ક્ષમતાની બહાર તબાહી થઇ છે. લીબિયાના અન્ય ભાગોમાંથી રેડ ક્રેસન્ટની ટીમો પણ મંગળવારે સવારે ડેરના પહોંચી હતી પરંતુ વધારાના સાધનો હજી ત્યાં પહોંચવાના બાકી હતાં.
ડેમ છલકાયા ત્યાં સુધી બેદરકારી : લીબિયામાં વરસાદની મોસમમાં વારંવાર પૂર આવે છે, પરંતુ આટલા વિનાશ સાથે ભાગ્યે જ. મુખ્ય પ્રશ્ન એ હતો કે વરસાદથી ડેરના બહારના બે ડેમને રીતે પાણીથી છલોછલ કરી ગયો. ડેમની નબળી જાળવણીને કારણે અથવા વરસાદની તીવ્ર માત્રાને કારણે. લેઇપઝિગ યુનિવર્સિટીના આબોહવા વિજ્ઞાની અને હવામાનશાસ્ત્રી કાર્સ્ટન હૌસ્ટીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડેનિયલ વાવાઝોડાએ થોડા જ સમયમાં પૂર્વી લિબિયા પર 440 મિલીમીટર (15.7 ઇંચ) વરસાદ વરસાવ્યો હતો.
ડેરનાની ઉપેક્ષા : તેમણે જણાવ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંભવતઃ ડેમના ભંગાણનો સામનો કરી શક્યું નથી. પાણીની સપાટીના તાપમાનમાં માનવ પ્રેરિત વધારાને કારણે અને વાવાઝોડાની તીવ્રતામાં વધારો થયો હોવાની સંભાવના છે. સ્થાનિક સત્તાવાળાઓએ વર્ષોથી ડેરનાની ઉપેક્ષા કરી છે. ડેમોની જાળવણી પાસું પણ ગેરહાજર હતું. લંડન સ્થિત રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝમાં લીબિયામાં વિશેષતા ધરાવતા એસોસિયેટ ફેલો જલેલ હરચાઉએ જણાવ્યું હતું કે દરેક વસ્તુમાં વિલંબ થતો રહ્યો.
સ્થાનિક રહેવાસીઓ પર અવિશ્વાસ : આ દુર્ઘટનામાં શાસકીય જૂથવાદ પણ મોટો ભોગ ભજવી ગયો છે. ડેરના ઘણા વર્ષોથી ઇસ્લામિક આતંકવાદી જૂથો દ્વારા નિયંત્રિત હતું. લશ્કરી કમાન્ડર ખલીફા હિફ્ટરે મહિનાઓની સખત લડાઈ પછી જ 2019 માં શહેર કબજે કર્યું. પૂર્વીય સરકાર ત્યારથી શહેર પર શંકાસ્પદ રહી તેના રહેવાસીઓને કોઈપણ નિર્ણય લેવાથી બાજુ પર રાખ્યાં હતાં. જલેલ હરચાઉ જણાવ્યું કે આ અવિશ્વાસ આપત્તિ સમયે અને તે બાદના સમયગાળા દરમિયાન આપત્તિજનક સાબિત થઈ રહ્યો છે.
બંને સરકારોને શક્તિશાળી રાષ્ટ્રોનું સમર્થન : બેનગાઝી શહેરમાં સ્થિત હિફ્ટરની પૂર્વીય સરકાર અને રાજધાની ત્રિપોલીની પશ્ચિમી સરકાર સાથે કડવી દુશ્મનાવટ છે. દરેકને શક્તિશાળી લશ્કરો અને વિદેશી શક્તિઓનું સમર્થન છે. હિફ્ટરને ઇજિપ્ત, રશિયા, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાતનું સમર્થન છે, જ્યારે પશ્ચિમ લીબિયાના વહીવટને તૂર્કીયે, કતાર અને ઇટાલીનું સમર્થન છે.
(એપી)
- Lybia floods : લીબિયામાં 2000 લોકોના મોતની આશંકા, વિનાશક વાવાઝોડા બાદ પૂરથી મચી તબાહી
- India-Russia News: પુતિને પીએમ મોદીની નીતિઓના વખાણ કર્યા, કહ્યું- મેક ઈન ઈન્ડિયાને પ્રમોટ કરીને તેઓ યોગ્ય કામ કરી રહ્યા છે.
- Kim Jong's Russian Trour News: કિમ જોંગ રશિયામાં પુતિનને મળશે, આ પ્રવાસ પર સમગ્ર વિશ્વની છે નજર