માલે(માલદીવ):માલદીવની રાજધાનીમાં બુધવારે મોડી રાત્રે એક ઈમારતમાં આગ ફાટી નીકળતાં 10 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.(MALDIVES FIRE MANY INDIAN died) જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. ભારતીય હાઈ કમિશને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "માલેમાં લાગેલી દુ:ખદ આગની ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેમાં ભારતીય નાગરિકો સહિત અનેક લોકોના જીવ ગયા હોવાના અહેવાલ છે. અમે માલદીવના અધિકારીઓના સંપર્કમાં છીએ."
ગેરેજમાં આગ ફાટી નીકળી:ન્યૂઝ પોર્ટલ સનઓનલાઈન ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, મવાયો મસ્જિદ પાસેના એમ. નિરુફેહી વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે આગ લાગી હતી. માલેમાં એક ગેરેજમાં આગ ફાટી નીકળી હતી જે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે, જ્યારે સ્થળાંતર કામદારો પહેલા માળે રહેતા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્વાર્ટરમાં માત્ર એક જ બારીમાંથી વેન્ટિલેશન હતું.