ગુજરાત

gujarat

ETV Bharat / international

IRAQ FIRE AT WEDDING HALL : ઇરાકમાં મેરેજ હોલમાં આગ લાગવાથી 100 લોકોનાં મોત, 150 થી વધુ ઇજાગ્રસ્ત

ઉત્તરી ઈરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં એક મેરેજ હોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 12:05 PM IST

બગદાદઃ ઉત્તરી ઈરાકમાં એક મેરેજ હોલમાં આગ લાગવાથી 100 લોકોના મોત થયા છે અને 150 વધું લોકો ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, આગ ઇરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં લાગી હતી. ઉત્તરીય શહેર મોસુલની બહાર આ મુખ્યત્વે ખ્રિસ્તી વિસ્તાર છે. આ વિસ્તાર રાજધાની બગદાદથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 335 કિલોમીટર દૂર છે.

મેરેજ હોલમાં ભયાનક આગ લાગી : ટેલિવિઝન ફૂટેજમાં વેડિંગ હોલની અંદર સળગી ગયેલો કાટમાળ અને એક વ્યક્તિ અગ્નિશામકો પર બૂમો પાડી રહ્યો હતો. ઈરાકી સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ-બદરે સરકારી સમાચાર એજન્સી દ્વારા આ ઘટનાની માહિતી આપી હતી. અલ-બદરે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા : નિનેવેહ પ્રાંતીય ગવર્નર નજીમ અલ-જુબૌરીએ જણાવ્યું હતું કે, કેટલાક ઇજાગ્રસ્તોને પ્રાદેશિક હોસ્પિટલોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. મૃત્યુના આંકડા અંગે તાજેતરનો અહેવાલ પ્રાપ્ત થયો નથી. હજુ સુધી એવું કહી શકાય નહીં કે મૃત્યુઆંક વધી શકે છે. આગ લાગવાના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. કુર્દિશ ટીવીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફટાકડા અકસ્માતનું કારણ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેરેજ હોલના બહારના ભાગને અત્યંત જ્વલનશીલ વસ્તુઓથી સજાવવામાં આવ્યો હતો. આ નિયમ વિરૂદ્ધ કરવામાં આવ્યું હતું.

આગનું કારણ અકબંધ : સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે, અત્યંત જ્વલનશીલ, ઓછી કિંમતની બાંધકામ સામગ્રીના ઉપયોગના પરિણામે આગને કારણે હોલના ભાગો તૂટી પડ્યો હતો, જે સામાન જો આગ લાગે તો થોડી મિનિટોમાં તૂટી જાય છે. ઇરાકમાં અધિકારીઓને હોલ પર ક્લેડીંગનો ઉપયોગ કરવાની મંજૂરી શા માટે આપવામાં આવી તે તરત જ સ્પષ્ટ થયું ન હતું. યુએસની આગેવાની હેઠળના આક્રમણના બે દાયકા પછી પણ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની સમસ્યાઓ હજુ પણ છે. આ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે જ સદ્દામ હુસૈનને ઉથલાવી દેવામાં આવ્યો હતો.

  1. Ahmedabad News: વટવા GIDC કેમિકલ કંપની લાગી આગ, મોટી જાનહાનિ થતા અટકી
  2. Humsafar Express Train Fire: વલસાડથી સુરત તરફ જતી હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં લાગી ભીષણ આગ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details