નવી દિલ્હી : કેનેડામાં ખાલિસ્તાન અલગતાવાદીની હત્યા પર ભારત વિરુદ્ધ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના આક્ષેપોને લઇને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું તે અમે કેનેડાની સરકારને સૂચના આપી હતી કે આપણી પરસ્પર રાજનૈયિક ઉપસ્થિતિમાં સમાનતા હોવી જોઇએ. તેમની સંખ્યા કેનેડામાં અમારી સરખામણીમાં ખૂબ વધુ છે. મને લાગે છે કે કેનેડા તરફથી તે ઓછી કરવામાં આવશે. મને લાગે છે કે કંઇક અંશે પૂર્વગ્રહ છે. કેનેડા સરકારે આરોપ લગાવ્યો છે અને તેના પર કાર્યવાહી કરી છે. અમને લાગે છે કે કેનેડા સરકારના આ આરોપ મુખ્યત્વ રાજનીતિથી પ્રેરિત છે.
પુરાવા આપ્યાં છે : ભારત કેનેડા વિવાદ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે અમને આપવામાં આવેલી કોઇપણ ખાસ જાણકારી પર વિચારણા કરવા તૈયાર છીએ. પરંતુ અમને કેનેડા તરફથી કોઇ વિશિષ્ટ જાણકારી હજુ સુધી મળી નથી. અમારા તરફથી કેનેેડામાં રહેતાં કેટલાક લોકો દ્વારા અપરાધિક ગતિવિધિઓના ખાસ પુરાવા કેનેડાને આપવામાં આવ્યાં છે. પરંતુ તેના પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.