ગુજરાત

gujarat

ETV Bharat / international

Disruption of global peace: ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વૈશ્વિક શાંતિમાં વિક્ષેપ!

ગાઝા શહેર, માત્ર 360 ચોરસ કિલોમીટરની અંદર વિસ્તરેલું અને 2.3 મિલિયન લોકોનું આશ્રય સ્થાન છે. હવે અહીંના અસંખ્ય અસુરક્ષિત બાળકો અને સ્ત્રીઓ ઇઝરાયલી સૈન્યના અવિરત હુમલાઓનો ભોગ બની રહ્યાં છે.

Disruption of global peace
Disruption of global peace

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 5:41 PM IST

હૈદરાબાદ: ગાઝા શહેર, માત્ર 360 ચોરસ કિલોમીટરની અંદર વિસ્તરેલું અને 2.3 મિલિયન લોકોનું આશ્રય સ્થાન છે. હવે અહીંના અસંખ્ય અસુરક્ષિત બાળકો અને સ્ત્રીઓ ઇઝરાયલી સૈન્યના અવિરત હુમલાઓનો ભોગ બની રહ્યાં છે.

પશ્ચિમ એશિયામાં અવિરત હિંસા અટકાવવા માટે વાટાઘાટોના માધ્યમ દ્વારા શાંતિ સ્થાપી શકાય છે. જે રીતે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સીમા નિર્ધારીત કરાયેલ છે, તેવી રીતે એક સ્વતંત્ર, સંપ્રભુ પેલેસ્ટાઈનની સ્થાપના પણ જરૂરી છે.

શસ્ત્રો માત્ર સામૂહિક વિનાશને ઉત્તેજન આપીને માનવતાવાદી કટોકટી વધારવાનું કાર્ય કરે છે, પરંતુ તેનાથી સદભાવના સ્થાપી શકાતી નથી. નિર્દોષોના લોહીથી લથબથ માટી પર શાંતિની કલ્પના સુકાઈ જાય છે. વર્તમાનમાં પશ્ચિમ એશિયાના આ પ્રદેશમાં સંઘર્ષની આ આંધી એક ગંભીર વાસ્તવિકતાનું સ્પષ્ટ પ્રમાણ છે. હમાસના આતંકવાદીઓનાં ક્રૂર હુમલાના જવાબમાં ઈઝરાયેલ વળતા હુમલામાં ગાઝાનો વિનાસ કરવામાં લાગ્યું છે. માત્ર 360 કિલોમીટર વર્ગમાં ફેલાયેલો આ વિસ્તાર 23 લાખ જેટલાં લોકોનું નિવાસ સ્થાન છે. જે હવે ઈઝરાયેલના અવિરત આક્રમણનો ભોગ બની રહ્યું છે. ઇઝરાયલી સેના અસંખ્ય અસહાય બાળકો અને મહિલાઓને મારી રહી છે. જોકે, ઈઝરાયેલી સૈન્ય ભારપૂર્વક કહે છે કે, તેમનો હેતું ગાઝાના લોકો સાથે લડાઈ કરવાનો નથી. આ ઘટનાક્રમમાં ચિંતાજનક વળાંક એ છે કે, ઉત્તર ગાઝામાં 11 લાખ પેલેસ્ટાઈનીઓને 24 કલાકની સમય મર્યાદામાં ઘર છોડીને અહીંથી સ્થળાંતર કરવાની મજબૂરી ઉભી કરી છે.

આ વિનાશકારી સંઘર્ષના ઓથાર તળે સામાન્ય નાગરિકોની દુર્દશા વધુ દયનીય બની છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આઠ દિવસ પહેલાં ઘટેલી આ હિંસાની આગ કોણે લગાડી હતી, જેના પરિણામે આજે આપણે આ અવિરત હિંસા જોઈ રહ્યાં છીએ, તેનું પરિણામ શું હશે ? ડિસેમ્બર 2022થી ઈઝરાયેલની ગાદીએ પ્રધાનમંત્રી તરીકે બેન્જામીન નેતન્યાહૂ છે. કે જેમણે ચૂંટણીમાં પોતાની જીત મેળવવા માટે દૂરસુદૂરના ચરમપંથી જૂથોના સમર્થનનો ઉપયોગ કર્યો અને તેનાથી દેશમાં સૌથી સાંપ્રદાયિક સરકારનો જન્મ થયો. તેમની કેબિનેટમાં ઘણા પેલેસ્ટાઈનીઓ પ્રત્યે જબરદસ્ત ઘૃણા ધરાવતા જાતિવાદી વ્યક્તિઓ સામેલ છે. તેમના સમર્થનથી ઉત્સાહિત થઈને ઈઝરાયેલી નિવાસીઓએ વેસ્ટ બેંક અને પૂર્વ જેરૂસલેમ પર અનિયંત્રિત આક્રમકતાનો કહેર વરસાવ્યો છે. માત્ર જૂન મહિનામાં જ પેલેસ્ટાઈનીઓ સામે આગજની સહિતના લગભગ 310 હુમલાઓ કરવામાં આવ્યાં હતાં. જ્યારે આ વર્ષના શરૂઆતના છ મહિનામાં વેસ્ટ બેંકમાં 200થી વધુ પેલેસ્ટાઈનીઓને ગંભીર રીતે પીડિત કરવામાં આવ્યાં. અહીં સુધી કે, ઈઝરાયેલના વિપક્ષના નેતા બેની ગન્ટઝે પણ હિંસાભર્યા આ કૃત્યોની નિંદા કરી છે. અને તેમણે યહૂદી રાષ્ટ્રવાદને ગેરમાર્ગે દોરાયેલા તણાવથી જન્મેલા ખતરનાક આંતકવાદ અભિવ્યક્તિ તરીકે ગણાવ્યો છે. થોડા સમયથી, ચિંતાનું વાતાવરણ છવાયેલું હતું, જે દર્શાવતું હતું કે, નેતન્યાહૂના નેતૃત્વમાં ઈઝરાયેલની સરકાર પેલેસ્ટાઈનના સમુહ સાથે દુર્વ્યવહાર ઉપરાંત સંભવિત વિનાશકારી પરિણામોના બીજ વાવી રહી છે. કમનશીબે આ અશુભ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. હવે જીવન સામે સંઘર્ષના આ તાંડવ વચ્ચે સામાન્ય નાગરિકોને બર્બરતા પૂર્વક કચડી નાખવામાં આવે છે. મૂળ હમાસ ઇઝરાયેલમાં અત્યાચાર આચરવા અને ઘણા ઇઝરાયેલીઓના અપહરણ માટે જવાબદાર સંગઠન છે. જેને રાજકીય અને પ્રાદેશિક પરિબળોની જટિલ જાળ ફસાવી શકાય છે. આ સંઘર્ષના મૂળ કારણો ઉથલ-પાથલ ભર્યા ઈતિહાસમાં ખુબ ઊંડે સુધી પથરાયેલ છે. વેસ્ટ બેંક, પૂર્વ જેરુસલેમ અને ગાઝા પટ્ટી પર ઇઝરાયેલનું જોડાણ સાડા પાંચ દાયકાથી પણં પહેલાનું છે. જેણે આ ક્ષેત્રમાં એક લાંબા સંઘર્ષ માટેનું માળખું તૈયાર કર્યુ હતું. આ ક્ષેત્રીયઅધિગ્રહણના જવાબમાં, યાસિર અરાફતના પેલેસ્ટાઈન લીબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)એ કેમ્પેઈન ગોરિલ્લા યુદ્ધ અભિયાન શરૂ કર્યું. PLOના આ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદના મંચને શરૂઆતમાં સ્વતંત્રતાની માંગ કરતાં પેલેસ્ટાઈનીઓનું ખુબ સારૂં સમર્થન મળ્યું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એવો ઘાટ સર્જાતો ગયો અને, પેલેસ્ટાઈની વસ્તી ઘરાવતા વઘુ રૂઢિવાદી વર્ગો માટે અરાફાતના નેતૃત્વવાળું સંગઠન અભિશાપ બની ગયું. ઈઝરાયેલ હમાસ અને પેલેસ્ટાઈની સમુદાયની અંદર ભાગલા પાડવાની રણનીતિના પ્રત્યક્ષ પરિણામ તરીકે ઉભરી આવ્યું. હમાસે ત્યાં સુધી હિંસક વિરોધમાં વિશ્વાસ રાખ્યો, જયાં સુધી અરાફતનું પીએલઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પેલેસ્ટાઈનીઓનો મુદ્દો ઉઠાવવા માટે નિઃશસ્ત્રીકરણના પ્રયાસો અને રાજકીય પ્રયાસોમાં સક્રિય રૂપે વળગી રહ્યું હતું. ત્યાર બાદ હમાસને ધીરે-ધીરે સ્થાનીક લોકોનું સમર્થન મળતું થયું અને ઈઝરાયેલ સામે એક નોંધપાત્ર પડકારના રૂપમાં વિકસિત થયું. દરમિયાન હિઝબુલ્લાહ અને અન્ય ઈસ્લામિક જિહાદ સંગઠનો સાથે પણ ગાઢ સંબંધો બંધાયા, અને ઈઝરાયેલના પારંપરિક વિરોધી ઈરાને પણ ઈઝરાયેલ સામે બાયો ચડાવી. મધ્ય પૂર્વમાં ગતિવિધિઓ સમય સાથે બદલાઈ ગઈ છે, કેટલાંક આરબ દેશો તેલ અવીવ સાથે સંબંધો સુધારવાની માંગ કરી રહ્યાં છે.

તે જ સમયે, ઇઝરાયેલે, સંયુક્ત રાજ્ય અમેરિકાના સમર્થન સાથે, કબજાવાળા વિસ્તારની અને પેલેસ્ટિનિયન મુદ્દાની અવગણના શરૂ કરી દીધી. 1967ના યુદ્ધ દરમિયાન જેરૂસલેમ દ્વારા હસ્તગત કરાયેલા પ્રદેશમાંથી ખસી જવાનું અને ગ્રીન લાઈનની મર્યાદા જાળવવા જેવા સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું પાલન કરવાનું પણ ઈઝરાયેલે યોગ્ય ન સમજ્યું. આ પ્રકારની શાસનવાદી અભિવૃતિથી ઇઝરાયેલ પોતાની જ સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું છે. યુક્રેનમાં રશિયાની ઘૂસણખોરી સહિત વિશ્વમાં ચાલી રહેલાં સંકટો વચ્ચે, ઇઝરાયેલમાં વધતો સંઘર્ષ આપણને વધુ એક ખતરનાક વમળમાં ધકેલી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં હિંસા રોકવા માટે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા રેખાંકિત કર્યા મુજબ, શાંતિ વાટાઘાટો દ્વારા માન્યતા પ્રાપ્ત સીમાની અંદર સ્વતંત્ર, સાર્વભૌમ પેલેસ્ટાઈનની સ્થાપના અનિવાર્ય છે. પ્રશ્ન એ છે કે, શું હવે ઈઝરાયેલ આ આહવાન પર ધ્યાન આપીને એવું કરશે કે આ યુદ્ધની આગ ઓલવાઈ જાય, કે પછી આ આગની જ્વાળા ન માત્ર આ વિસ્તારને પરંતુ સમગ્ર વિશ્વને પોતાની લપેટમાં લેવાની ચેતવણી આપી રહી છે.

કે.એલ.એન પ્રણવી

ABOUT THE AUTHOR

...view details