ન્યૂઝ ડેસ્ક : ચીનમાં બુધવારે કોરોનાના 20,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. મહામારી શરૂ થયો ત્યારથી એક જ દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની હાલની સૌથી વધુ સંખ્યા છે. શાંઘાઈમાં લોકડાઉન હોવા છતાં કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે ચિંતા વધી છે.
કોરોના મહામારીની ઝપેટમાં ચીન : કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અહીં 27 થી વધુ પ્રાંતો કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,412 નવા કેસની પુષ્ટિ થઈ છે. જે લગભગ બે વર્ષ પહેલા પ્રથમ લહેરની ટોચ પછી સૌથી વધુ છે. શાંઘાઈમાં એક દિવસમાં રેકોર્ડ 8,581 કેસ નોંધાયા છે. એક ખૂબ જ ખતરનાક ઓમિક્રોન પ્રકાર દેશના ઘણા પ્રાંતોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે.