બેઇજિંગ : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં અને તેમના દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડા પ્રધાન લી કેકિયાંગ કરશે. વિદેશ મંત્રાલયે સોમવારે અહીં આ જાહેરાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના આમંત્રણ પર, વડાપ્રધાન લી કેકિઆંગ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી, ભારતમાં આયોજિત 18મી G20 સમિટમાં ભાગ લેશે.
જિનપિંગ G20 કોન્ફરન્સમાં નહિ જોડાય : પ્રવક્તા માઓએ આ ઉચ્ચ-સ્તરીય સમિટમાં શી ની ગેરહાજરી માટે કોઈ કારણ આપ્યું ન હતું, જે ભારત દ્વારા પ્રથમ વખત યોજવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ શી આ અઠવાડિયે જકાર્તામાં આસિયાન (એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ) અને પૂર્વ એશિયા સમિટમાં પણ ભાગ લેશે નહીં. વડાપ્રધાન લી ઈન્ડોનેશિયામાં આસિયાન સમિટ માં ચીનનું પ્રતિનિધિત્વ કરશે.
વડાપ્રધાન લી નિમંત્રણને માન આપીને જોડાશે : ચીનના વિદેશ મંત્રાલયના અન્ય પ્રવક્તા વાંગ વેનબિને 1 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર, વર્તમાન આસિયાન અધ્યક્ષ, સ્ટેટ કાઉન્સિલ ના વડાપ્રધાન લી, જકાર્તામાં યોજાનારી 26મી ચીન-આસિયાન સમિટમાં ભાગ લેશે. 26મી આસિયાન પ્લસ થ્રી (APT) સમિટ અને 18મી પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપશે અને ઇન્ડોનેશિયા ની સત્તાવાર મુલાકાત લેશે.