ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીની ફાઈટર જેટે LACની નજીકથી ઉડાન ભરતા, ભારતે કર્યું કંઇક આવું...

ભારત અને ચીન વચ્ચે બે વર્ષથી ચાલી રહેલા તણાવ વચ્ચે બંને દેશોની મોટી સંખ્યામાં સેનાઓ પૂર્વ લદ્દાખમાં તૈનાત છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનના અંતમાં, એક ચીની ફાઇટર જેટે (Chinese fighter jet) LACની ખૂબ નજીકથી ઉડાન ભરી હતી.

ચીની ફાઈટર જેટે પૂર્વ લદ્દાખમાં LACની ખૂબ નજીકથી ભરી હતી ઉડાન
ચીની ફાઈટર જેટે પૂર્વ લદ્દાખમાં LACની ખૂબ નજીકથી ભરી હતી ઉડાન

By

Published : Jul 8, 2022, 5:06 PM IST

નવી દિલ્હી: ચીની વાયુસેનાના (Chinese Air Force) વિમાને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની (Line of Actual Control) ખૂબ નજીકથી ઉડાન ભરી હતી. આ ઘટના જૂનના છેલ્લા સપ્તાહમાં બની હતી. જે બાદ ભારતીય વાયુસેનાએ પણ ઝડપી પ્રતિક્રિયા આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટના જૂનના છેલ્લા અઠવાડિયામાં એક દિવસ સવારે લગભગ 4 વાગ્યે બની હતી, જ્યારે વિમાન નજરે પડ્યું હતું. આ સાથે તે સરહદી વિસ્તારમાં સ્થાપિત સ્વદેશી રડારના નિયંત્રણમાં પણ આવી ગયું.

આ પણ વાંચો:CBIએ પાવરગ્રીડ ડાયરેક્ટર અને ટાટા પ્રોજેક્ટ્સથી સંબંધિત અન્ય લોકોની ભ્રષ્ટાચારના આરોપમાં કરી ધરપકડ

ભારતીય વાયુસેના થઈ ગઈ સક્રિય:સૂત્રોએ જણાવ્યું હતું કે, સંભવિત એરસ્પેસ ઉલ્લંઘનની જાણ થતાં જ ભારતીય વાયુસેના (Indian Air Force) પણ સક્રિય થઈ ગઈ હતી. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ચીની પક્ષ પૂર્વ લદ્દાખ સેક્ટરની સરહદે આવેલા વિસ્તારોમાં તેના ફાઇટર જેટ અને એર ડિફેન્સ હથિયારોને (Defense weapons) સામેલ કરવાની કવાયત કરી રહી છે. ચીની પાસે મોટી સંખ્યામાં ફાઈટર જેટ અને માનવરહિત એરક્રાફ્ટ છે. તેમને ભારતીય ક્ષેત્રની નજીક હોતાન અને ગાર ગુંસા ખાતેના મુખ્ય એરફિલ્ડ પર તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં તેઓનો ઝડપથી વિકાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ગુગલમેપ પર અંબાજી મંદિરને મસ્જિદ તરીકે દર્શાવી દેવાયું,ગામ આખામાં હોબાળો

બંને દેશોની સેના સામે-સામે: ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ (People's Liberation Army of China) પૂર્વ લદ્દાખમાં ભારતીય ચોકીઓ પાસે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા, ત્યારબાદ બંને દેશોની સેના સામે-સામે આવી ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય ચોકીઓની નજીક આવતા વિમાનનો મુદ્દો ચીનીની સામે પૂર્વ વિકસિત મિકેનિઝમ હેઠળ ઉઠાવવામાં આવ્યો હતો અને તે પછી કોઈ ઘટના બની નથી.

ABOUT THE AUTHOR

...view details