તેલ અવીવ:ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને આજે બે સપ્તાહ પૂર્ણ થયા છે. હમાસે શનિવારે (7 ઓક્ટોબર) સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. હમાસે બે અમેરિકન બંધકોને મુક્ત કર્યા છે. બંનેને કતારની મધ્યસ્થીથી મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ તેમની મુક્તિની પુષ્ટિ કરી છે. બંને અમેરિકન નાગરિકો હવે ઈઝરાયેલના સૈનિકોના હાથમાં છે. જો કે, IDFએ લગભગ 200 લોકોને બંધક બનાવવા બદલ હમાસની ટીકા કરી હતી.
ઇઝરાયેલ સંરક્ષણ દળોએ હમાસ દ્વારા બે અમેરિકન બંધકોને મુક્ત કરવા પર પ્રતિક્રિયા આપી છે. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, 'હમાસ હાલમાં માનવતાવાદી કારણોસર બંધકોને મુક્ત કરનાર તરીકે વિશ્વ સમક્ષ રજૂ કરે છે. હકીકતમાં, હમાસ એક ઘાતક આતંકવાદી જૂથ છે. આ સમયે શિશુઓ, બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને બંદી બનાવીને રાખવામાં આવ્યા છે.
બે અમેરિકનો મુક્ત: જે બે અમેરિકનોને મુક્ત કરવામાં આવ્યા છે તેમની ઓળખ જુડિથ તાઈ રાનન અને તેની 17 વર્ષની પુત્રી નતાલી રાનન તરીકે થઈ છે. બંને શિકાગોના છે. તેના પરિવારના જણાવ્યા મુજબ, તે દક્ષિણ ઇઝરાયેલના એક ખેડૂત સમુદાય નાહલ ઓઝમાં સંબંધીઓને મળવા ગઈ હતી. માતાની નાદુરસ્ત તબિયતને કારણે તેને માનવતાના ધોરણે મુક્ત કરવામાં આવી હતી.
બ્લિંકને કતાર સરકારનો આભાર માન્યો:અન્ય અહેવાલમાં જણાવાયું છે કે કતાર અને હમાસ સાથેની વાતચીતના ભાગરૂપે આ રિલીઝ કરવામાં આવી છે. શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને કતાર સરકારને તેમની મદદ માટે આભાર માન્યો. બ્લિંકને કહ્યું, 'હું કતાર સરકારને તેમની મહત્વપૂર્ણ સહાય માટે આભાર માનવા માંગુ છું. જ્યારે હું ગયા અઠવાડિયે ઇઝરાયેલમાં હતો ત્યારે હું અમેરિકન નાગરિકોના પરિવારોને મળ્યો હતો જેમને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા.
- Canada-India Issue : રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ ભારતમાંથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા
- Biden On Israel-Ukraine : હમાસ અને પુતિન બંને લોકતંત્ર માટે ખતરો છે - જો બાઈડેન