વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે હમાસ દ્વારા ઈઝરાયલ પર આતંકવાદી હુમલો કરાયો તેની પાછળનું એક કારણ ભારતમાં યોજાયેલ જી-20 સમિટમાં કરાયેલ એક જાહેરાત છે. આ જાહેરાત ભારત પશ્ચિમ એશિયા યૂરોપને સાંકળતા ઈકોનોમિક કોરિડોરની હતી. આ કોરિડોરને રેલ નેટવર્કથી જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાઈડને એક અઠવાડિયામાં હમાસ ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ પાછળ ભારતને બીજીવાર જવાબદાર ઠેરવ્યું છે.
Biden on Hamas Israel War: હમાસ યુદ્ધ પાછળનું એક કારણ ભારત મધ્ય પૂર્વ યુરોપને સાંકળતો ઈકોનોમિક કોરિડોર હોઈ શકે છેઃ બાઈડન - આતંંકવાદી હુમલો
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને હમાસ અને ઈઝરાયલ વચ્ચે થઈ રહેલા યુદ્ધની વચ્ચે એક મોટો ખુલાસો કર્યો છે. બાઈડને વોશિંગ્ટન ડીસીમાં કહ્યું કે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો તેની પાછળ ભારત કનેકશન છે. તેમણે કહ્યું કે, આ યુદ્ધ પાછળનું કારણ ભારતમાં થયેલ જી-20 શિખર સમિટમાં મહત્વકાંક્ષી ભારત મધ્ય પૂર્વ યુરોપના ઈકોનોમિક કોરિડોરની જાહેરાત હોઈ શકે છે. બાઈડને આ બાબત ઓસ્ટ્રેલિયન પ્રાઈમ મિનિસ્ટર એંથની આલ્બાનિઝની સાથે એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહી છે.
By ANI
Published : Oct 26, 2023, 4:15 PM IST
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સઃ બાઈડને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એંથની આલ્બાનીઝ સાથે રોઝ ગાર્ડનમાં એક સંયુક્ત પ્રેસ વાર્તા દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હમાસે આ કોરિડોરને લીધે પણ હુમલો કર્યો હોઈ શકે છે. મારી પાસે આનો કોઈ નક્કર પુરાવો નથી પણ મારો અંતરઆત્મા એમ કહે છે. ઈઝરાયલના ક્ષેત્રીય એકીકરણને લીધે હમાસે આ હુમલો કર્યો હોઈ શકે છે. અમે ક્ષેત્રીય એકીકરણનું કામ નહીં છોડી શકીએ. તેમણે ઉમેર્યુ કે હું વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈન પર હુમલો કરનારા આતંકવાદીઓ સંદર્ભે ચિંતીત છું. જે આગ પર ગેસોલિન નાખવાનું કામ કરે છે. પેલેસ્ટાઈન પર એ વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે જેના તેઓ હકદાર છે. તેમણે જવાબદારી લેવી પડશે અને અટકવું પડશે.
'બેલ્ટ એન્ડ રોડ' પહેલ: સપ્ટેમ્બર જી-20 સમિટ વખતે વડા પ્રધાન મોદી અને બાઈડનના નેતૃત્વમાં વિશ્વના આ સૌથી મહત્વના ઈકોનોમિક કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે આગળ કહ્યું કે અમે બેલ્ડ એન્ડ રોડ પહેલ સામે મુકાબલો કરવા જઈ રહ્યા છીએ. આ મુકાબલો એક અલગ પ્રકારનો રહેશે. બેલ્ટ એન્ડ રોડ પહેલ દેવામાં ડૂબી ગઈ છે અને જેને આ દસ્તાવેજ પર સહી કરી હતી તેવા મોટાભાગના રાષ્ટ્રો માટે ગળાની ફાંસ બની ગઈ છે. આ પહેલ એ દેશો માટે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરી પાડવા માટે હતી કે જે જી-7ના ભાગીદાર દેશો સાથે કામ કરી રહ્યા છે.