લંડનઃબ્રિટનના પ્રધાન લુસી ફ્રેઝરે કહ્યું હતું કે, આ પહેલા પણ બીબીસીના ડાયરેક્ટર ટી ડેવી પાસેથી સેક્સ્યુઅલી ફોટો બદલ પૈસાનો વ્યવહાર થયો હોવાના ગંભીર પ્રકારના આરોપની વાત સામે આવી હતી. એ સમયે તેમણે આવી ખાતરી આપી હતી પણ ઝડપથી તપાસ કરાશે એવું માત્ર બોલવા ખાતર કહીને વાત પર પૂર્ણવિરામ મૂકી દેવાયું હતું.
અખબારનો દાવોઃ એક અંગ્રેજી અખબારના દાવા અનુસાર સૌથી પહેલા આ મામલે એક મોટો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં કિશોરની માતાનો ઉલ્લેખ કરીને અજાણ્યા બીબીસી પ્રઝેંટરે ત્રણ વર્ષના સમયગાળામાં ફોટો માટે બાળકોને 35000 પાઉન્ડથી વધારે કિંમત ચૂકવી દીધી હતી. દાવામાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રઝેંટરે એ યુવા વ્યક્તિને ઓન એર કરી દીધો હતો. જેણે સેક્સ્યુઅલી કન્ટેટમાં ફોટો સામગ્રીને વેચી મારી હતી.
ફરિયાદ થઈઃપરિવાર તરફથી મે મહિનામાં કંપનીમાં ફરિયાદ થયા બાદ આ ઘટના થઈ હતી. જે અંગે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પેમેન્ટ ક્લિયર કરાયું એ સમયે એની ઉંમર માત્ર 17 વર્ષની રહી હતી. રવિવારે આપેલા એક નિવેદનમાં કંપનીએ ખાતરી કરી હતી કે, મે મહિનામાં પહેલી વખત ફરિયાદ સામે આવી હતી. જે ફોટને લઈને હતી.
પ્રોટોકોલ ફોલો થશેઃ હવે એક અલગ પ્રકારના આરોપ લાગી રહ્યા છે. બહારના કોઈ વ્યક્તિના સંપર્કમાં રહીને પણ તપાસ કરી રહ્યા છે. જેમાં પ્રોટોકલને ફોલો કરવામાં આવશે. આ કેસમાં એક વ્યક્તિને સસ્પેન્ડ પણ કરી દેવાયો છે. પરિસ્થિતિઓનો જટિલ અને ઝડપથી આગળ વધી રહેલો કોઈ સેટ છે. આ કેસને ગંભીરતાથી લઈને કંપની જેટલી ઝડપથી થઈ શકે એટલા ઝડપથી પગલાં લેશે અને કામ કરશે.
પોલીસની વાતઃ લંડન મેટ્રોપોલિટન પોલીસે રવિવારે એક નિવેદન આપ્યું હતું કે, બીબીસી કંપની સાથે આ કેસ સંબંધીત સંપર્ક કરવામાં આવ્યો હતો. પણ કોઈ પ્રકારના આરોપ લગાવ્યા ન હતા. આગળની કામગીરી કરવા માટે અમારે વધારે ડેટા એકઠો કરવો પડશે એ પછી તપાસ આગળ થશે. બીબીસીએ જણાવ્યું હતું કે, કંપની કોઈ પણ આ પ્રકારના આરોપને સામાન્ય રીતે જોતી નથી. આ કેસના દરેક મુદ્દાને ગંભીરતાથી લેવાશે.
- Khalistan Protest: ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓનું પ્રદર્શન, ભારતીયોએ આપ્યો આવો જવાબ
- ભારતીય દૂતાવાસ પાસેથી ખાલિસ્તાની સમર્થકોને પોલીસે ખદેડી દીધા, ધમકીભર્યા પોસ્ટરથી પ્રદર્શન