નવી દિલ્હીઃઅફઘાન-અમેરિકન લેખક અને નવલકથાકાર ખાલિદ હોસૈનીએ (afghan american writer khalid hosseini) તેમની દિકરીને લઈને મોટો ખુલાસો (Khalid Hosseini transgender Daughter) કર્યો છે. આ બાબતેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. 'ધ કાઈટ રનર' અને 'એ થાઉઝન્ડ સ્પ્લેન્ડિડ સન્સ' જેવી નવલકથા લખનાર ખાલિદ હોસેનીએ ટ્વિટ કરીને પોતાની પુત્રી અંગે મોટો ખુલાસો કર્યો છે. જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
પ્રખ્યાત લેખક ખાલિદ હોસૈનીએ પોતાની ટ્રાન્સજેન્ડર પૂત્રી માટે કહી દીધી મોટી વાત - મનેે મારી ટ્રાન્સજેન્ડર દિકરી પર ગર્વ છે
નવલકથાકાર ખાલિદ હોસૈનીએ ખુલાસો કર્યો (afghan american writer khalid hosseini) છે કે, તેમની દિકરી ટ્રાન્સજેન્ડર (Khalid Hosseini transgender Daughter) છે, જેનો તેમને ગર્વ છે. જેના કારણે તેના પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.
તેમની પુત્રી પર ગર્વ છે:ખાલિદ હોસૈનીએ ટ્વિટ કર્યું કે, તેમની પુત્રી ટ્રાન્સજેન્ડર (Khalid Hosseini Daughter) છે અને તેમને તેમની પુત્રી પર ગર્વ છે, જે તેમને અને તેમના પરિવારને 'બહાદુરી અને સત્ય' વિશે શીખવી રહી છે. ખાલિદ હોસૈનીની પુત્રીનું નામ હારિસ (Khalid Hosseinis daughter Haris ) છે, જે લગભગ 21 વર્ષની છે.
આ પણ વાંચો:ભારતે ચીનને આપ્યો મજબૂત 'સંદેશ', લેહમાં રાફેલ તૈનાત
બહાદુરી અને સત્યતા વિશે શીખવ્યું: ખાલિદ હોસૈનીએ પોસ્ટ કરતા લખ્યું કે, ગઈ કાલે મારી દીકરી હરિસ ટ્રાન્સજેન્ડર તરીકે મારી સામે આવી, મને તેના પર ખૂબ ગર્વ (hosseini said proud of transgender daughter) છે. તેમણે અમારા પરિવારને બહાદુરી અને સત્યતા વિશે શીખવ્યું છે. આ પ્રક્રિયા તેના માટે ઘણી પીડાદાયક રહી છે. તે ટ્રાન્સજેન્ડરો પર કરવામાં આવતી ક્રૂરતા વિશે ખૂબ જ ગંભીર છે, જેનાથી તે ખૂબ જ નિર્ભય અને મજબૂત બની રહી છે.