બેઈજીંગ: ચીનમાં ફરી એક કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. ચીનના હેનાન પ્રાંતના પિંગડિંગશાન શહેરમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને ત્યાર બાદ લાગેલી આગમાં ઓછામાં ઓછા આઠ લોકોના મૃત્યું થયા છે, જ્યારે અન્ય આઠ લોકો લાપતા હોવાનું જણાઈ રહ્યું છે. આ દુર્ઘટના અંગે ચીની મીડિયા સિન્હુઆએ શુક્રવારે સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, આ દૂર્ઘટના શુક્રવારે બપોરે 2:55 વાગ્યે બની હતી. "શનિવારની મોડી રાત્રે 1 વાગ્યા સુધી (સ્થાનિક સમય મુજબ) 45 માંથી આઠ કામદારો ગુમ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી જ્યારે અન્ય આઠ કામદારો હજી પણ ગુમ હોવાના અહેવાલ છે,
China coal mine accident: ચીનમાં કોલસાની ખાણમાં ફરી મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત 8 ગૂમ - China coal mine accident
ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 8 જેટલાં કામદારોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે આ 8 લોકો ગુમ હોવાનું જણાઈ રહ્યું છે. આ દુર્ઘટના ચીનના નાન પ્રાંતના પિંગડિંગશાન શહેરમાં આવેલી કોલસાની ખાણમાં સર્જાઈ હતી. ઘટનાના પગલે ચીની અધિકારીઓ તેમજ મેડિકલની ટીમ દ્વારા રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે
By ANI
Published : Jan 13, 2024, 6:57 AM IST
8 કામદારોનાં મોત:આ દુર્ઘટના ચીનના હેનાન પ્રાંતના પિંગડિંગશાન શહેરમાં આવેલી કોલસાની ખાણમાં સર્જાઈ છે જેમાં 8 કામદારોના કમકમાટીભર્યા મૃત્યુ થયાં છે, જ્યારે 8 કામદારો હજી પણ ગુમ હોવાનું જણાઈ રહ્યું છે. દૂર્ઘટનાના પગલે ચીની અધિકારીઓ તેમજ મેડિકલની ટીમ દ્વારા રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ચીની રાહત બચાવની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ગુમ કામદારોની શોધખોળ સહિત રાહત બચાવની કામગીરી કરવામાં આવી.