ગુજરાત

gujarat

By

Published : Sep 5, 2022, 3:14 PM IST

ETV Bharat / international

ફરી અફઘાનિસ્તાનમાં મોતનું તાંડવ, વિઝાની રાહ જોઈ રહેલા લોકોને વિઝા તો નહી પણ મળ્યુ મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી હુમલાના સમાચાર મળા રહ્યા છે. કાબૂલમાં રશિયન દૂતાવાસની બહાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં માર્યા ગયેલા 20 લોકોમાંથી 2 રશિયન રાજદ્વારીઓ પણ હતા. Kabul bomb blast, russian embassy kabul evacuation

20 PEOPLE KILLED IN THE AFGHAN CAPITAL KABUL
20 PEOPLE KILLED IN THE AFGHAN CAPITAL KABUL

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયન દૂતાવાસની બહાર વિસ્ફોટ (Kabul bomb blast) થયો છે. વિસ્ફોટમાં માર્યા ગયેલા 20 લોકોમાંથી 2 રશિયન રાજદ્વારીઓ પણ હતા. રશિયન મીડિયા સંસ્થા રશિયન ટાઈમ્સે અફઘાન મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. વિસ્ફોટ એમ્બેસીના ગેટની બહાર થયો હતો જ્યાં લોકો વિઝાની રાહ જોઈ રહ્યા હતા. જો કે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત (Kabul bomb blast injured) થવાની આશંકા છે, પરંતુ હજુ સુધી અહેવાલની પુષ્ટિ થઈ નથી.

બોમ્બરને ઓળખી કાઢ્યો ઃતાલિબાનનું કહેવું છે કે, લક્ષ્ય સુધી પહોંચતા પહેલા રશિયન દૂતાવાસ (તાલિબાન)ના રક્ષકોએ આત્મઘાતી બોમ્બરને ઓળખી કાઢ્યો હતો અને તેને ગોળી મારી દીધી હતી. મિરરના અહેવાલ મુજબ, આ એક આત્મઘાતી હુમલો હતો અને હુમલાખોરે દૂતાવાસના ગેટની બહાર તાલિબાનના રક્ષકો દ્વારા ગોળી માર્યા બાદ વિસ્ફોટ કર્યો હોવાનું માનવામાં આવે છે.

શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટઃસ્થાનિક પોલીસ જિલ્લાના વડા, મૌલવી સાબીરે જણાવ્યું હતું કે, આત્મઘાતી બોમ્બર લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં, રશિયન એમ્બેસી (તાલિબાન) ગાર્ડોએ ઓળખી કાઢ્યા (russian embassy kabul evacuation) અને ગોળી મારી દીધી... ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયાના બે દિવસ બાદ જ આ વિસ્ફોટ થયો છે. ખામા પ્રેસે તાલિબાન અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, હેરાત શહેરની ગુજરગાહ મસ્જિદમાં લગભગ 12:40 વાગ્યે (સ્થાનિક સમય) બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details