ગુજરાત

gujarat

ETV Bharat / international

તુર્કી: ભૂકંપના 4 દિવસ બાદ બચાવકર્તાઓએ બાળકીને કાટમાળમાંથી જીવતી બહાર કાઢી

તુર્કીમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 102 પર પહોંચી ગયો છે. ત્યારે બચાવકર્તાઓએ એક એપાર્ટમેન્ટના કાટમાળમાંથી એક બાળકીને જીવતી બચાવી હતી.

તુર્કી : ભૂકંપના 4 દિવસ બાદ બચાવકર્તાઓએ બાળકીને કાટમાળમાંથી જીવતી બહાર કાઢી
તુર્કી : ભૂકંપના 4 દિવસ બાદ બચાવકર્તાઓએ બાળકીને કાટમાળમાંથી જીવતી બહાર કાઢી

By

Published : Nov 4, 2020, 11:54 AM IST

  • બચાવકર્મીઓએ એક બાળકીને કાટમાળમાંથી જીવતી કાઢી
  • બાળકીને મંગળવારે હોસ્પિટલ લઇ જવામાં આવી
  • હાલ બાળકીની હાલત સ્વસ્થ

તુર્કી: શહેરના તટીય શહેર ઇઝમીરમાં બચાવકાર્ય કર્મીઓએ ભૂંકપના 4 દિવસ બાદ એક એપાર્ટમેન્ટના કાટમાળ નીચેથી એક બાળકીને જીવતી કાઢવામાં આવી હતી. આયદા ગેજગિન નામની આ બાળકીને મંગળવારે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ગયા શુક્રવારે ભૂંકપ બાદ બાળકી 91 કલાક સુધી કાટમાળ નીચે દબાઇ હતી.

કાટમાળ નીચે હજુ 107 લોકોને જીવતા કાઢવામાં આવ્યા

આ કાટમાળ નીચે હજુ 107 લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે. આયદાની માતાને પણ આ કાટમાળ નીચેથી કાઢવામાં આવી હતી. પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. આયદાનો ભાઇ અને પિતા ભૂંકપના સમયે તે ઇમારતમાં નહોતા. તેથી તેમનો બચાવ થયો હતો. બચાવકર્મીઓએ પત્રકારોને જણાવ્યું કે, જ્યારે તેઓ 8માં માળનો કાટમાળ હટાવી રહ્યા હતા, ત્યારે તેઓને બાળકીનો રડવાનો અવાજ આવ્યો. ત્યારબાદ બાળકીને કાટમાળ નીચેથી કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.

બાળકી હાલ સ્વસ્થ

આ બાળકી હાલ ઠીક છે, તેમજ તેણે પોતાનું નામ પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં પણ ઇઝમીરમાં એક 3 વર્ષીય બાળકી અને 14 વર્ષીય બાળકીને કાટમાળ નીચેથી બચાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details