- અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden)નું પહેલું સંબોધન
- અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે અફઘાનના નેતા જ જવાબદાર છે, જેમણે હાર માની લીધી અને દેશ છોડ્યોઃ જો બાઈડન (Joe Biden)
- જો બાઈડને (Joe Biden) અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.
વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમેરિકાની આશાથી અનેક તેજીથી યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિતિમાં બદલાવ થયો. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા અને અફઘાનિસ્તાનની સરકાર પડી ગયા પછી બાઈડને પહેલી વખત સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે અફઘાનના નેતા જ જવાબદાર છે, જેમણે હાર માની લીધી અને દેશ છોડીને જતા રહ્યા. એટલે જ સેનાનું પતન થયું છે. આ સાથે જ બાઈડને અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.
આ પણ વાંચો-AFGHANISTAN CRISIS : લોકો પોતાનો જીવ બચાવવા પ્લેનના પૈડામાં લટક્યા, હવામાં પહોંચતા જ નીચે પડ્યા
અફઘાનિસ્તાનના રાજકીય નેતાઓએ હાર માની લીધી અને દેશથી ભાગી ગયાઃ જો બાઈડન