ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોનાનો ભય: નેતન્યાહૂએ કહ્યું, ભારતીઓની જેમ નમસ્તે કહો... - નેતન્યાહૂ

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો વચ્ચે ઇઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહૂએ તેમના દેશના નાગરિકોને અભિવાદન માટે ભારતીય રીત અપનાવવાની સલાહ આપી છે. નેતન્યાહૂએ કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે ભારતીય રીતે ‘નમસ્તે’ સૌથી શ્રેષ્ઠ છે.

કોરોનાનો ભય: નેતન્યાહૂએ કહ્યું, ભારતીઓની જેમ નમસ્તે કહો
કોરોનાનો ભય: નેતન્યાહૂએ કહ્યું, ભારતીઓની જેમ નમસ્તે કહો

By

Published : Mar 5, 2020, 10:08 PM IST

ઈઝરાયલ: ચીનથી વધી રહેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ તેમના દેશના નાગરિકોને અભિવાદન માટે ભારતીય રીત અપનાવવાની સલાહ આપી છે.

નેતન્યાહૂનો ભારત પ્રેમ ઘણીવાર જોવા મળ્યો છે. તેમણે ફ્રેન્ડશિપ ડેના અવસર પર પીએમ મોદીને વિશ કર્યું હતું. જેના જવાબમાં પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને ઈઝરાયલના વડા પ્રધાનને અભિનંદન આપ્યા હતા. બુધવારના રોજ ઈઝરાઇલના વડાપ્રધાને પોતાના દેશવાસિઓને કહ્યું કે જીવલેણ કોરોના વાયરસને રોકવા માટે હાથ ન મિલાવશો, પરંતુ ભારતીયોની જેમ નમસ્તે કહો. તેમણે એક બેઠક બાદ તેમના દેશવાસીઓને આ સલાહ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details