યરુશલમઃ વડાપ્રધાન મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારી સામે આપણે સાથે મળીને લડવાનું છે. ભારત પોતાના મિત્રોની સંભવ દરેક મદદ કરવા તત્પર છે. ઈઝરાયલના લોકોની સલામતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.
આ અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ મલેરિયા માટેની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન સહિત 5 ટન સામગ્રી મોકલવા માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. હાઈડ્રોક્સીક્લોરોક્વીનને કોરોના વાઇરસની સારવાર માટે અસરકારક માનવામાં આવે છે.
નેતન્યાહૂએ ગુરુવાર સાંજે ટ્વીટ કર્યું હતું કે, ઈઝરાયલને ક્લોરોક્વીન આપવા માટે આભાર, મારા પરમ મિત્ર નરેન્દ્ર મોદી. ઈઝરાયલના તમામ નાગરિકો તમારો આભાર વ્યક્ત કરે છે.