રિયાદઃ સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે નક્કી કર્યું છે કે, આ વર્ષે મક્કામાં હજનું આયોજન કરવામાં આવશે. જો કે, આ સમય દરમિયાન મર્યાદિત લોકોને ધાર્મિક રૂપે મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે.
સાઉદી અરેબિયાએ હજના મુદ્દે મહત્વનો નિર્ણય લીધો, મર્યાદિત લોકોને પરવાનગી મળશે
સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે નક્કી કર્યું છે કે, આ વર્ષે મક્કામાં હજનું આયોજન કરવામાં આવશે. જો કે, આ સમય દરમિયાન મર્યાદિત લોકોને ધાર્મિક રૂપે મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે.
સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે નક્કી કર્યું છે કે, આ વર્ષ (1441 એચ) માટે હજ કરવામાં આવશે. જો કે, સાઉદી અરેબિયામાં પહેલાથી જ રહેતા વિવિધ દેશોના લોકોને ફક્ત હજ પૂરતી જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય જાહેર આરોગ્યના અભિગમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી તમામ લોકોને રોગચાળાથી દૂર રાખી શકાય અને સોશ્યિલ ડિસ્ટન્સ જેવા જરૂરી પગલાંને અનુસરી શકાય. આ નિર્ણય મનુષ્યને કોરોના વાઈરસ રોગચાળાથી બચાવવા માટેની સરકારની ઇચ્છાનું પ્રતિબિંબ છે.
સ્ટેટ ટીવીએ હજ અને ઉમરાહ મંત્રાલયને માહિતી આપતા કહ્યું છે કે, દેશમાં પહેલાથી જ રહેતા વિવિધ દેશોના લોકોને હજ કરવાની છૂટ આપવામાં આવશે. જો કે, સરકારે કેટલા લોકોને હજમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરી નથી. વાર્ષિક તીર્થયાત્રા, જે આ વર્ષે જુલાઇના અંતમાં થશે. સાઉદી અરેબિયાએ 90 વર્ષમાં હજ યાત્રાને ક્યારેય રદ કરી નથી.