- ઈઝરાયલના બોનફાયર ફેસ્ટિવલમાં નાસભાગ મચી
- નાસભાગના કારણે 1 ડઝનથી વધુ લોકોના મોત
- ઈઝરાયલના વડાપ્રધાને આને મોટી ઘટના ગણાવી
યેરુશલમઃ ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં શુક્રવારે નાસભાગ મચી હતી, જેના કારણે એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યાર 100થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ ઘટનાને મોટી ગણાવી હતી. આ સાથે જ વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું પ્રાર્થના કરી રહ્યો છું.
આ પણ વાંચોઃડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી થી ઈઝરાયલ અને UAE વચ્ચે શાંતિકરાર
માઉન્ટ મેરનમાં સ્ટેડિયમની સીટો તૂટી પડતા નાસભાગ મચી હતી
આ અંગે મળતી માહિતી અનુસાર, માઉન્ટ મેરનમાં સ્ટેડિયમની સીટો તૂટીને પડી ગઈ હતી. ત્યારબાદ અહીં નાસભાગ મચી ગઈ હતી. ઈઝરાયલની કેટલીક ન્યૂઝ ચેનલોએ દાવો કર્યો હતો કે, 30થી 38 લોકોના મોત થયા છે. જ્યાં આ ઘટના બની છે. તે ગુંબજને યહુદી લોકો માટે સૌથી પવિત્ર સ્થળમાંથી એક માનવામાં આવે છે અને આ એક વાર્ષિક તીર્થસ્થળ છે. હજારો અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહુદી વાર્ષિક સ્મરણોત્સવ માટે બીજી શતાબ્દીના સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર એકત્રિત થયા હતા.. અહીં આખી રાત પ્રાર્થના અને અન્ય કાર્યક્રમ પણ થઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃભારતમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં અમારો હાથ નહતોઃ ઈરાન
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં માટે 6 હેલિકોપ્ટર્સ પણ બોલાવાયા
સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં પોલીસ અને પેરામેડિક્સ ઈજાગ્રસ્તો સુધી પહોંચીને તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશના ઈમરજન્સી સર્વિસીઝના મેગન ડેવિડ એડમે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 38 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં માટે 6 હેલિકોપ્ટર્સ પણ બોલાવવામાં આવ્યા હતા.