ટોક્યો : સંયુક્ત અરબ અમીરાતે સોમવારે સવારે મંગળ ગ્રહ પર પોતાનું પહેલું અભિયાન લોન્ચ કર્યું છે. UAE ના હોપ માર્સ મિશનને સોમવારે સવારે જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. યુએઈની સ્પેસ એજન્સીએ આ માહિતી આપી છે.
મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝના એચ-2એ રોકેટ યુએઇનું યાન લઇને મંગળ ગ્રહ તરફ ઉડાન ભરી છે. મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે, માર્સ મિશન હોપ સ્પેસક્રાફટને જાપાની સમય અનુસાર 6:58:14 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.