ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ કોવિડ-19નો મોલેક્યુલ ઓળખી કાઢતા રસી બનાવવાનો માર્ગ મોકળો થયો

ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસના મોલેક્યુલ(અણુ)ને ઓળખી કાઢ્યો છે. જેના પગલે કોરોના વાઇરસનો ખાત્મો બોલાવતી રસી બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. આ બાબતે મધ્ય ઇઝરાયલમાં આવેલી બાર ઇલન યુનિવર્સિટી (BIU)એ કહ્યું હતું.

કોરોનાની રસી
કોરોનાની રસી

By

Published : Jun 14, 2020, 6:59 AM IST

ઇઝરાયલ: MDPI વેક્સીન નામના જર્નલમાં ગુરૂવારે પ્રસિદ્ધ થયેલા આ સંસોધનમાં પ્રતિરોધક રક્તકણોને ઉત્પન્ન કરનારા રોગપ્રતિકારક શક્તિ દ્વારા અપાતા પ્રતિભાવને નુકસાન પહોચાડતા એન્ટિજેન (પ્રતિપિંડોને ઉત્તેજીત કરીને રોગ કરનારા) મોલેક્યુલની ચકાસણી કરવામાં આવી હતી.

સંસોધકોની ટુકડીએ વાઇરસના ઢગલાબંધ પ્રોટિનમાંથી એન્ટિજેન મોલેક્યુલના કેટલાંક પ્રોટિન તત્વો, અને મોટી સંખ્યામાં ઇપિટોપ્સ ઓળખી કાઢ્યા હતા. આ ઇપિટોપ્સ પ્રતિરોધક રક્તકણો પણ પેદા કરી શકે છે અને રક્તકોષના માધ્યમથી તૈયાર થયેલી રોગપ્રતિકારક શક્તિની પ્રહાર કરવાની શક્તિને પણ પેદા કરી શકે છે

સંશોધકોએ આ વાઇરસના પ્રોટિનની ઉંડાણપૂર્વક ખણખોદ કરવા જૈવિક માહિતી આધારીત ચોતરફી અભિગમ અપનાવ્યો હતો અને બાદમાં આ વાઇરસના ઇપિટોપ્સને ઓળખી કાઢ્યો હતો. આ એ જ ઇપિટોપ્સ છે જે રોગપ્રતિકારક શક્તિની પ્રહાર કરવાની ક્ષમતાને પાંગળી બનાવી દે છે.

આમ આ ટુકડીએ વાઇરસના ત્રણ પ્રોટિનમાં રોગપ્રતિકારક શક્તિની પ્રહાર કરવાની ક્ષમતાને પાંગળી બનાવી શકતી 15 મહત્વની જગ્યાઓ શોધી કાઢી હતી અને વાઇરસના અન્ય પ્રોટિન પર આવા 25 ઇપિટોપ્સની માપણી કરી હતી.

આ ટીમના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા 87 ટકા લોકોમાં આ પૈકીના સાત ઇપિટોપ્સની હાજરી જોવા મળી હતી. આ સાત ઇપિટોપ્સની નોન ટોક્સિક (બિન ઝેરી) અને નોન એલર્જિક (ચેપ નહી લગાડી શકતી) ખાસિયતને ચકાસવા તથા તેઓ કુદરતી રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડવામાં તદ્દન ઓછા જોખમી છે તે દર્શાવવા જુદા જુદા સાધનોનો ઉપયોગ કરીને તેઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ ટીમના જણાવ્યા અનુસાર સંસોધનનું પરિણામ સંકેત આપે છે કે, આ સાત ઇપિટોપ્સ કોરોના વાઇરસનો ખાત્મો બોલાવતી પ્રોટિન યુક્ત રસી (પેપ્ટાઇડ આધારિત રસી) તૈયાર કરવા માટે ધરખમ ક્ષમતા ધરાવે છે

ABOUT THE AUTHOR

...view details