ગુજરાત

gujarat

ETV Bharat / international

તુર્કીએ સીરિયાની 115 લશ્કરી છાવણી પર કર્યો હુમલો, 101 નષ્ટ - તુર્કીએ સીરિયાના 115 સૈન્ય છાવણી પર કર્યો હુમલો

તુર્કી રક્ષા મંત્રાલયના જણાવ્યાનુસાર, તુર્કીએ સીરિયાની 115 લશ્કરી છાવણી પર હુમલો કરાયો હતો. જેમાં 101 છાવણી સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી છે.

israel-attacks
israel-attacks

By

Published : Feb 11, 2020, 11:45 AM IST

અંકારાઃ તુર્કીના રક્ષા મંત્રાલયે સીરિયાની 115 લશ્કરી છાવણી હુમલો કર્યો હોવાની માહિતી આપી છે. જેમાં 101 સીરિયાની છાવણીને નષ્ટ કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સીરિયા સેનાની 115 છાવણી પર ગોળીબાર કર્યો હતો. જેમાં 101 છાવણીને ખતમ કરી દેવામાં આવી હતી.

આ હુમલામાં ત્રણ ટેંર અને 1 હૅલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેના પર જવાબી કાર્યવાહી કરવામાં આવશે. જેની માટે ઉત્તર સીરિયાની ચોકીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તુર્કી રક્ષા મંત્રાલયના આ નિવેદનના ગણતરીના કલાકોમાં સીરિયાના સરકારી દળના ઈજબિલમાં એક સૈન્ય પોસ્ટ પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ સૈનિકના મોત થયાં હતો. જ્યારે 5 સૈનિકને ગંભીર ઈજા પહોંચી હતી.

નોંધનીય છે કે, આ પહેલા સીરિયાના સરકારી દળ દ્વારા ઈદબિલમાં એક પોસ્ટનું નિરીક્ષણ કર્યા બાદ તુર્કીના 8 નાગરિકોને મારવામાં આવ્યાં હતાં. આ ઘટનાના થોડાક દિવસ બાદ સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, તુર્કી ક્ષેત્રમાં લશ્કરી દળોને બોલવવામાં આવી રહ્યાં છે. કારણ કે, તુર્કીના વિશેષ દળોના સૈનિકો, સૈન્ય ઉપકરણો અને બારુદવાળા 150 ટ્રકોને તુર્કી અને સીરિયાના પ્રાંતમાં દેખાયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details