આતંકવાદી સંગઠન ઈસ્લામી સ્ટેટ (IS)ના કુલ 241 સભ્યોએ અફઘાનિસ્તાન સરકાર સમક્ષ સમર્પણ કર્યુ છે. શનિવારે સૈન્યએ પોતાના નિવેદનમાં આ માહિતી આપી હતી.
અફઘાનિસ્તાનમાં ISના 241 આતંકીઓએ સમર્પણ કર્યું - afghanistan news
કાબુલ: આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના કુલ 241 આતંકીઓએ અફઘાનિસ્તાન સરકાર સમક્ષ સમર્પણ કર્યુ છે. છેલ્લા કેટલાય વર્ષોમાં સમર્પણ કરનારા આતંકવાદીઓની સૌથી વધારે સંખ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં અચિન અને મોહમન ડેરા જિલ્લામાં કુલ 241 આઈએસ સદસ્યો અને સમર્થકો જેમાં 71 પુરુષ, 63 મહિલાઓ અને 107 યુવાનો સામેલ છે, જેમણે સમર્પણ કર્યુ છે. અધિકારીઓએ કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોમાં પૂર્વ અફઘાનિસ્તાનમાં હથિયાર હેઠા મૂકી સુરક્ષા દળો સામે સમર્પણ કરનારા આઈએસ સંગઠનની સૌથી મોટી સંખ્યા છે. આઈએસ સમૂહ જે નાંગરહાર અને પાડોશી કુનાર અને નૂરિસ્તાન પ્રાંતોમાં સક્રિય છે. જેના દ્વારા હાલ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.