ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈઝરાયલના હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલું પરમાણુ સ્થળ નવું સેન્ટ્રીફ્યુજ સેન્ટર હતું: ઈરાન - નવું સેન્ટ્રિફ્યુજ કેન્દ્ર

ઈરાને સ્પષ્ટતા કરી છે કે, ભૂગર્ભ નતાંજ પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત મકાન ખરેખર એક નવું સેન્ટ્રિફ્યુજ કેન્દ્ર હતું. કુવૈત અખબારે દાવો કર્યો હતો કે આ ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા સાયબર એટેકનું પરિણામ છે.

નવું સેન્ટ્રીફ્યુજ સેન્ટર
નવું સેન્ટ્રીફ્યુજ સેન્ટર

By

Published : Jul 6, 2020, 5:01 PM IST

તહેરાન: ઈરાને પુષ્ટિ કરી છે કે, ભૂગર્ભ નતાંજ પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત મકાન ખરેખર એક નવું સેન્ટ્રીફ્યુજ સેન્ટર હતું. આ સમાચાર એજન્સી IRNA દ્વારા આપવામાં આવ્યા છે. સેન્ટ્રીફ્યુજ એક મશીન છે જેમાં કેન્દ્રત્યાગી બળનો ઉપયોગ વિવિધ ઘનતાના પદાર્થોને એકબીજાથી અલગ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

ઈરાની અધિકારીઓએ ગુરુવારે લાગેલી આ ભયાનક આગને નાની ઘટના બતાવવાનો પ્રયાસ કર્યો હતો જેને 'ઔદ્યોગિક શેડ'ને પ્રભાનિત કર્યો હતો. જો કે, ઇરાની સરકારી ચેનલ દ્વારા પ્રકાશિત ફોટોગ્રાફ્સ અને વીડિયોમાં મકાનની ઇમારત બતાવવામાં આવી હતી અને કેવી રીતે નુકસાન થયું છે તે બતાવવામાં આવ્યું હતું..

ઇરાનની પરમાણુ એજન્સીના પ્રવક્તા બેહરુઝ કમાલવાંદીએ રવિવારે કહ્યું કે આ કેન્દ્ર પર કામ 2013 માં શરૂ થયું હતું અને તેનું ઉદઘાટન 2018 માં કરવામાં આવ્યું હતું.કમાલવંદીએ કહ્યું, 'અહીં વધુ અદ્યતન સેન્ટ્રીફ્યુજ મશીનો બનાવવાનો હેતુ હતો. આ નુકસાનને કારણે 'અદ્યતન સેન્ટ્રીફ્યુજ મશીનોના વિકાસ અને ઉત્પાદનમાં વિલંબ થઈ શકે છે'.

અમેરિકા ભાગીદારીમાંથી બહાર નીકળી ગયો હતો જે બાદ ઇરાને બે વર્ષ પહેલા એડવાન્સ્ડ સેન્ટ્રિફ્યુજેસ મોડેલ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો.ઈરાન લાંબા સમયથી કહે છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુ માટે છે.

ABOUT THE AUTHOR

...view details