ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ ગર્ભવતી મહિલા પોલીસકર્મીની તેના પરિવાર સામે જ હત્યા કરી

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ક્રુરતા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં જ અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ એક શહેરમાં એક મહિલા પોલીસકર્મીને ગોળી મારી તેની હત્યા કરી દીધી હતી. તાલિબાનીઓએ બાનુ નેગર નામની મહિલાને મધ્ય ઘોર પ્રાન્તની રાજધાની ફિરોજકોહમાં તેના પરિવારની સામે જ ગોળી મારી દીધી હતી.

By

Published : Sep 6, 2021, 9:14 AM IST

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ ગર્ભવતી મહિલા પોલીસકર્મીની તેના પરિવાર સામે જ હત્યા કરી
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ ગર્ભવતી મહિલા પોલીસકર્મીની તેના પરિવાર સામે જ હત્યા કરી

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ક્રુરતા દિવસેને દિવસે વધી રહી છે
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ એક મહિલા પોલીસકર્મીની હત્યા કરી
  • તાલિબાનીઓએ મધ્ય ઘોર પ્રાન્તની મહિલાને તેના પરિવાર સામે જ મારી નાખી

ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો આતંક અને ક્રુરતા વધી રહી છે. ત્યારે આતંકવાદીઓએ મધ્ય ઘોર પ્રાન્તની રાજધાની ફિરોજકોહમાં બાનુ બેગર નામની મહિલા પોલીસકર્મીની તેના પરિવાર સામે જ હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા અફઘાનિસ્તાનમાં મહિલાઓના વધતા શોષણના સમાચાર વચ્ચે થઈ છે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાનના પંજશીરમાં આશરે 600 તાલિબાની માર્યા ગયા

મૃતક મહિલા સ્થાનિક જેલમાં કામ કરતી હતી

સૂત્રોના મતે, તાલિબાને શનિવારે બાનુ નેગરને તેના પતિ અને બાળકો સામે ઢોર માર મારી તેને મારી નાખી હતી. તેના સંબંધીઓએ એક રૂમની દિવાલ પર લોહીના ધબ્બા જોયા હતા. આ સાથે જ મહિલાનો મૃતદેહ લોહીલુહાણ હતો. પરિવારનું કહેવું છે કે, સ્થાનિક જેલમાં કામ કરનારી બાનુ 8 મહિનાથી ગર્ભવતી હતી. શનિવારે ત્રણ બંદૂકધારી આતંકવાદી ઘરે પહોંચ્યા અને પરિવારના સભ્યોને બાંધવા પહેલા તેમની તલાશી લીધી હતી.

આ પણ વાંચો-તાલિબાનએ પંજશીર પર કબ્જો મેળવ્યો

મહિલાની મોતમાં અમારી સંડોવણી નથીઃ તાલિબાન

એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, ઘુસણખોરીઓ અરબી બોલી રહ્યા હતા. તાલિબાને જણાવ્યું હતું કે, નેગરની મોતમાં તેમની સંડોવણી નથી અને તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે કહ્યું હતું કે, અમે આ ઘટનાથી અવગત છીએ અને હું પુષ્ટિ કરું છું કે, તાલિબાને તેને નથી મારી. અમારી તપાસ ચાલુ છે. તેમણે કહ્યું હતું કે, તાલિબાન પહેલા ગયા પ્રશાસન માટે કામ કરનારા લોકો માટે માફીની જાહેરાત કરવામાં આવી હતી અને નેગરની હત્યાને વ્યક્તિગત દુશ્મની કે અન્યમાં નાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details