- અફઘાનિસ્તાનમાં તાલિબાની મુલ્લા મોહમ્મદ હસન અખુંદને વડાપ્રધાન બનાવાયો
- અફઘાનિસ્તાનની નવી સરકારમાં કુખ્યાત હક્કાનીને ગૃહ પ્રધાન બનાવાયો
- અમેરિકાના ન્યાય વિભાગે કુખ્યાત હક્કાનીની ધરપકડ માટે 50 લાખ ડોલર સુધીનું ઈનામ રાખ્યું છે
વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના કાર્યકારી વડાપ્રધાન મુલ્લા મોહમ્મદ હસન અખુંદના નેતૃત્વમાં નવા કુખ્યાત હક્કાનીને ગૃહપ્રધાન બનાવાયો છે. ત્યારે અમેરિકાએ કુખ્યાત હક્કાની નેટવર્કના સિરાઝુદ્દીન હક્કાનીને અમેરિકાના ન્યાય વિભાગે તેની ધરપકડ પર 50 લાખ ડોલર સુધીનું ઈનામ રાખ્યું છે.
આ પણ વાંચો-તાલિબાન સાથે સમજૂતી કરવા તલપાપડ થઈ રહ્યું છે ચીન, અફઘાનિસ્તાનમાં રોકાણ અંગે Joe Bidenએ આપી પ્રતિક્રિયા
હક્કાની પર અફઘાનિસ્તાનમાં કેટલાક સૌથી હિંસક હુમલાનો આરોપ છે
તાલિબાનનો એક ટોચનો નેતા હક્કાની, જેના વિશે કહેવામાં આવે છે કે, તેણે 40 વર્ષની ઉંમરમાં તેના પિતા ઝલાલુદ્દીન હક્કાનીને હક્કાની નેટવર્કના નેતા તરીકે સફળ થયો હતો. તેની ઉપર અફઘાનિસ્તાનમાં કેટલાક સૌથી હિંસક હુમલાનો આરોપ લગાવ્યો છે અને તેને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો છે.
અમેરિકાના ન્યાય વિભાગે કુખ્યાત હક્કાનીની ધરપકડ માટે 50 લાખ ડોલર સુધીનું ઈનામ રાખ્યું છે આ પણ વાંચો-અફઘાનિસ્તાનની નવી સરકારનો પ્રમુખ મુલ્લા હસન અખુંદ કોણ છે? જાણો
FBIની વેબસાઈટ પર હક્કાની આતંકવાદી તરીકે
FBIની વેબસાઈટ પર એક પોસ્ટર અનુસાર, સિરાઝુદ્દીન હક્કાનીને ભૂરી કે કાળી આંખોવાળો, કાળા બાળવાળો વ્યક્તિ, 5 ફિટ 7 ઈંચ લાંબી, મધ્યમ આકાર અને 150 પાઉન્ડ વજન, હલ્કા અને ઝુર્રીદાર રંગ અને અરબી બોલનારો આરોપી ગણાવ્યો છે.
હક્કાની પર 50 લાખ અમેરિકી ડોલરનું ઈનામ છે
હક્કાનીનું ઉપનામ છે કે, સિરાઝ, ખલિફા, મોહમ્મદ સિરાઝ, સરજાદ્દીન, સિરોદજિદ્દીન, સૈરાજ, અરકાની, ખલિફા (બોસ) સાહિબ, હલિફા, અહમદ જિયા, સિરાઝુદ્દીન જલાલૌદ્દીન હક્કાની, સિરોઝ હક્કાની, સેરાઝુદ્દીન હક્કાની, સિરાઝ હક્કાની અને સરજ હક્કાની.
વર્ષ 2008માં કાબુલના એક હોટેલમાં થયાલે હુમલામાં હક્કાનીનો હાથ હતો
અમેરિકી ન્યાય વિભાગનું કહેવું હતું કે, જાન્યુઆરી 2008માં કાબુલના એક હોટેલમાં થયેલા હુમલામાં પૂછપરછ માટે હક્કાનીની જરૂર છે, જેમાં એક અમેરિકી નાગરિક સહિત 6 લોકોના મોત થયા હતા.
વર્ષ 2008માં અફઘાની રાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસમાં હક્કાની સામેલ હતો
માનવામાં આવે છે કે, તેણે સંયુક્ત રાજ્ય અમેરિકા અને અફઘાનિસ્તાનમાં ગઠબંધન બળોની સામે સીમા પાર હુમલામાં સમન્વય અને ભાગ લીધો હતો. હક્કાની કથિત રીતે 2008માં અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પર હત્યાના પ્રયાસની યોજનામાં પણ સામેલ હતો, પરંતુ ચેતવણી આપે છે કે, તેને સશસ્ત્ર અને ખતરનાક માનવું જોઈએ.
હક્કાનીની ધરપકડ કરાવનારાને 50 લાખ ડોલર સુધીનું ઈનામ અપાશે
કહેવામાં આવે છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટનું રિવોર્ડ્સ ફોર જસ્ટિસ પ્રોગ્રામ અંતર્ગત સિરાઝુદ્દીન હક્કાનીની ધરપકડને સીધી સૂચના આપનારાને 50 લાખ ડોલર સુધીનું ઈનામ આપવામાં આવશે. જોકે, હક્કાનીએ ગયા વર્ષે દોહા સમજૂતી પર હસ્તાક્ષર કરતા પહેલા ન્યૂ યોર્ક ટાઈમ્સમાં પોતાનું મંતવ્ય લખ્યું હતું. ચાર દાયકાથી વધુ સમયથી દરેક દિવસે કિંમતી અફઘાન જીવન ગુમાવી રહ્યા છે. દરેકે પોતાનો પ્રેમ ગુમાવી દીધો છે. દરેક વ્યક્તિ યુદ્ધથી થાકી ગયો છે. મને વિશ્વાસ છે કે, હત્યા અને દિવ્યાંગતા થંભવી જોઈએ.