હૈદરાબાદ : ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરના વાઈરસથી દુનિયાભરમાં 30 જુલાઈના સવારે 7 કલાક સુધીમાં 6,69,287થી વધુ લોકોના મોત થયા છે.દુનિયાભરમાં 1,71,71,292 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આપને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલતા રહે છે.
કોરોના કહેર,દુનિયાભરમાં 6.69 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડો - COVID19
દુનિયાભરમાં કોરોના વાઈરસની મહામારી ફેલાવાથી લાખો લોકોના મોત થયા છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ કોરોના સંક્રમણથી 6.69 લાખથી વધુ લોકોના મોત થયા છે.દુનિયાના 180થી વધુ દેશ અને વિસ્તારોમાં 1,71,71,292થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં છે.
Global COVID-19 tracker
આંકડાઓ અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,06,85,575થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 58,16,430થી વધુ એક્ટિવ કેસ છે. જેમાં અંદાજે 1 ટકા એટલે કે 66,394થી વધુ કેસ ગંભીર છે. આ આંકડાઓ વર્લ્ડેમીટર (Worldometer) પરથી લેવામાં આવ્યા છે.