- અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી ત્યાંની સ્થિતિ કથળી ગઈ છે
- અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પોતાને દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા
- હવે અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહ છે
ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી ત્યાંની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. એક તરફ વિદેશોથી મળનારી સહાયતા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવામાં આવી રહી છે. મોટાભાગના દેશોએ પોતાના દૂતાવાસ ખાલી કરી દીધા છે. તો બીજી તરફ લોકો જીવ બચાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે અફઘાનિસ્તાનના પહેલા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, તેઓ તમામ નેતાઓથી સંપર્ક કરી રહ્યા છે, જેથી તેમની મદદ અને સંમતિ સુનિશ્ચિત કરી શકાય.
આ પણ વાંચો-વિજય બાદ તાલિબાની લડવૈયાઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ
અફઘાનિસ્તાનના સંવિધાન મુજબ હું કેરટેકર રાષ્ટ્રપતિ છું
અમરૂલ્લા સાલેેહે મંગળવારે ટ્વિટ કરી આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનનું સંવિધાન તેમની આની જાહેરાત કરવાની શક્તિ આપે છે. તેમણે ટ્વિટર પર કહ્યું હતું કે, અફઘાનિસ્તાનના સંવિધાન અનુસાર, રાષ્ટ્રપતિના રાજીનામા, તેમના નિધન, ભાગી જવા કે ગેરહાજરીમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કેરટેકર રાષ્ટ્રપતિ હશે. હું અત્યારે દેશમાં જ છું અને કાયદેસર કાર્યવાહક રાષ્ટ્રપતિ છું.