ગુજરાત

gujarat

ETV Bharat / international

તુર્કીમાં મોતનો ભૂકંપ, અત્યાર સુધી 38 લોકોના મોત, બચાવ કાર્ય શરૂ - ભૂકંપનો કેન્દ્ર સિવરાઇસ

તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી મૃત્ય પામેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જે આંકણો વધી 38 થઇ ગયો છે. જેમાંથી ઇલાજિગમાં સૌથી વધુ લોકોના મોત થયા છે.

તુર્કીમાં મોતનો ભૂકંપ, 38 લોકોના મોત તો હજારો ઘાયલ
તુર્કીમાં મોતનો ભૂકંપ, 38 લોકોના મોત તો હજારો ઘાયલ

By

Published : Jan 27, 2020, 9:36 AM IST

ઇલાઝિગ: તુર્કીમાં શુક્રવારના રોજ સાંજે 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનો કેન્દ્ર સિવરાઇસ હતું. સરકારી અધિકારીઓ મુજબ, 38 લોકોના મોત થયા છે. જેમાંથી વધુ લોકો ઇલાજિગના હતા. તુર્કીમાં ભૂકંપના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભૂકંપથી તુર્કીમાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 38 લોકોના મોત નિપજ્યા છે. આ ભૂકંપના ઝાટકા એટલા તીવ્ર હતા કે તેની અસર પાડોશી દેશ ઈરાક, સીરિયા અને લેબનોનમાં અનુભવાયા હતા.

રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ હતી. આ ભૂકંપથી લગભગ 10 જેટલી બિલ્ડિંગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. સૌથી વધુ નુકસાન પૂર્વ ઈલાજિંગ પ્રાંતમાં થયું છે. સરકાર મુજબ, 1,607 લોકો ઘાયલ થયા છે તો 13 ICUમાં છે. આ દરિમાયન હજારો લોકો બચાવ કાર્યમાં લાગેલા છે. પ્રભાવિત વિસ્તારમાં રાહત બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગમાં આગ પણ લાગી હતી. તુર્કીમાં આવેલી મોટી કુદરતી આફતના કારણે અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, ત્યારે આ બિલ્ડિંગના કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. ભૂકંપના ઝાટકા એટલાં તીવ્ર હતા કે, લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપ આવ્યો તે દરમિયાન 15 વખત આંચકાનો અનુભવ થયો હતો જેનાથી લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details