ઇસ્તાંબુલ : તુર્કીના સ્વાસ્થ્ય પ્રધાન ફહરેટિન કોકાએ કહ્યું કે, તુર્કીમાં ભયાનક ભૂંકપમાં મોતની સંખ્યા 39 થઇ ગઇ છે. કોકોએ પહેલાં કહ્યું કે, શુક્રવારે સેફિહિસાર જિલ્લાના એજીયન સાગરમાં આવેલા ભૂંકપને કારણે આશરે 885 લોકો ઘાયલ થયાં છે.
તુર્કીમાં વિનાશકારી ભૂંકપ : 39 લોકોના મોત - તુર્કી
તુર્કીના એજીયન સમુદ્રમાં ભારે ભુકંપના આચક્યા આવ્યા હતા. અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 800 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. જ્યારે 5,500 થી વધુ બચાવ ટીમ બચાવ મિશનમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
તુર્કીમાં ભૂકંપને કારણે 35 લોકોના મોત થયાં
હોસ્પિટલમાં 243 લોકોની સારવાર ચાલુ
સમાચાર એજન્સી સિન્હુઆની રિપોર્ટ અનુસાર ઇજમીરમાં પત્રકારો સાથે વાત કરતા કોકાએ શનિવારે કહ્યું કે, હોસ્પિટલમાં 243 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર છે. બચાવ ટીમે ભૂંકપના 24 કલાકમાં એક માતા અને તેના ત્રણ બાળકોને કાટમાળ નીચેથી બચાવી લીધા હતા. એક અન્ય નાગરિકને ભૂંકપના 26 કલાક બાદ એક ઇમારતના કાટમાળ નીચેથી બચાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, 30 ઓક્ટોમ્બરે તુર્કી અને ગ્રીસમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા.
Last Updated : Nov 1, 2020, 2:04 PM IST