ગુજરાત

gujarat

ઇજિપ્તની રાજધાની કાહિરામાં દુ:ખદ અકસ્માત, એક મકાન ધરાશાયી થતાં 18 લોકોનાં મોત

પૂર્વીય કાહિરા જીસ્ર અલ-સુએઝ જિલ્લામાં શનિવારે 10 માળની ઇમારત ધરાશાયી થતાં 18 લોકોના મોત તથા 25 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. એમ નાગરિક સંરક્ષણ સેવાએ જણાવ્યું હતું..

By

Published : Mar 29, 2021, 12:08 PM IST

Published : Mar 29, 2021, 12:08 PM IST

ઇજિપ્તમાં એક મકાન ધરાશાયી
ઇજિપ્તમાં એક મકાન ધરાશાયી

  • ઇજિપ્તની રાજધાની કાહિરમાં 10 માળની ઇમારત ધરાશાયી
  • ઇમારત ધરાશાયી થતાં 18 લોકોનાં મોત નિપજ્યાં
  • બચાવકર્તા અલ-સલામમાં મકાનના કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા

કાહિર : ઇજિપ્તની રાજધાની કાહિરમાં શનિવારે વહેલી સવારે 10 માળની ઇમારત ધરાશાયી થતાં 18 લોકોનાં મોત નિપજ્યાં હતાં. એક અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર, આ દુ:ખદ અકસ્માતમાં આશરે 25 અન્ય લોકો ઘાયલ થયા છે. કાહિર સરકારના વહીવટી વડા, ખાલિદ અબ્દુલ-અલએ જણાવ્યું કે, બચાવકર્તા અલ-સલામમાં મકાનના કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.

કાટમાળ દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરાયો

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. તે જ સમયે, લોકો કાટમાળમાં તેમના પરિચિતોને શોધી રહ્યા છે. કર્મચારીઓ કાટમાળ દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અબ્દુલ-અલએ કહ્યું કે, મકાન ધરાશાયી થવા પાછળનું કારણ જાણી શકાયું નહિ. સરકારે તાજેતરમાં દેશભરમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને ઉલ્લંઘન કરનારાઓને જેલમાં મોકલી દેવાયા છે. સરકારે ઘણા કેસોમાં મકાનો તોડી પાડવાની પણ શરૂઆત કરી છે.

આ પણ વાંચો : ગુરુગ્રામમાં દ્વારકા એક્સપ્રેસ વે પર બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ ધરાશાયી, 3 ઈજાગ્રસ્ત

શનિવારની સાંજ સુધી અકસ્માતને કારણે મૃત્યુઆંકની સંખ્યા 9

પાડોશી વિસ્તારમાં રહેતા મોહમ્મદ મુસ્તફાએ જણાવ્યું હતું કે, 'તેઓએ મારી સામે 4 લોકોને બહાર કાઢ્યા હતા. તેવું લાગતું હતું કે તેઓ લગભગ જતા રહ્યા હતા. શનિવારની સાંજ સુધી આ અકસ્માતને કારણે મૃત્યુઆંકની સંખ્યા 9 હતી. અબ્દલ અલએ માહિતી આપી છે કે, ઇમારતોની રચના વિશે માહિતી મેળવવા માટે ઇજનેરોની એક સમિતિ બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો : વડોદરાના મોડી રાત્રે ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી, 6 જેટલાં મજુરો દટાયાની આશંકા

વિકાસકર્તાઓ મોટા નફા માટે બિલ્ડિંગ પરમિટનું ઉલ્લંઘન કરે છે

ઇજિપ્તમાં ઇમારતોનું પતન અસામાન્ય નથી. કાહિર અને એલેક્ઝાન્ડ્રિયા જેવા મોટા શહેરોમાં, વિકાસકર્તાઓ મોટા નફા માટે બિલ્ડિંગ પરમિટનું ઉલ્લંઘન કરે છે. કેટલીકવાર યોગ્ય પરમિટો વિના વધારાના માળ તૈયાર કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details