- ઇરાકના દક્ષિણી શહેર બસરામાં બોમ્બ વિસ્ફોટ
- 'ગવર્નર અસદ અલ-ઈદાનીનું નિવેદન આ કાર વિસ્ફોટ નથી
- બસરા મુખ્યત્વે શિયા પ્રભુત્વ ધરાવે છે
ઇરાક: દક્ષિણી શહેરબસરાનો મધ્ય ભાગ મંગળવારે કાર બોમ્બથી હચમચી (Central Area Of Basra Devastated Bomb Blast) ગયો હતો. આ કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકોનો જીવ ગયો (In Bomb Blast At Least Four People Killed) છે અને 20 લોકો ઘાયલ (20 people seriously injured) થયા હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ અને હોસ્પિટલના સૂત્રોના માધ્યમથી આ માહિતી આપવામાં આવી છે. ત્યારે સ્થાનિક અહેવાલો અનુસાર, કાર વિસ્ફોટ હોસ્પિટલની નજીક સ્થિત એક રેસ્ટોરન્ટની સામે થયો હતો. આ વિસ્ફોટ કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ થયું નથી જોકે વિસ્ફોટ પછી આકાશ કાળા ધુમાડાથી ગોટેગોટા છવાઈ ગયા હતા. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી.
સ્થાનિક મીડિયાના હવાલો 12 લોકોના મૃત્યુના સમાચાર
સ્થાનિક મીડિયાના હવાલાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે, આ કાર બોમ્બ વિસ્ફોટોમાં અત્યાર સુધી કુલ 12 લોકોના મૃત્યુંના સમાચાર મળ્યા છે, જ્યારે 25 લોકો ગંભીર હાલતમાં છે. સ્થાનિક અહેવાલો દ્વારા શરૂઆતમાં કહ્યું હતું કે, આ એક કાર બોમ્બ વિસ્ફોટ હતો, પરંતુ બસરાના 'ગવર્નર અસદ અલ-ઈદાનીએ' (Basra 'Governor Asad al-Idani) ઘટનાસ્થળની મુલાકાત (Governor Asad al-Idani' visits the scene) દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, આ એક મોટરસાઇકલમાં વિસ્ફોટ થયો હતો. જો કે હજુ સુધીએ સ્પષ્ટ થયું નથી કે બોમ્બ મોટરસાઈકલમાં મુકવામાં આવ્યો હતો કે પછી તે આત્મઘાતી હુમલો હતો. રાજ્યપાલના નિવેદન પ્રમાણે પ્રાથમિક આંકડાઓ અનુસાર બે લોકો માર્યા ગયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. આ સાથે વિસ્ફોટને કારણે બે કારમાં આગ લાગી હતી.