ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનના પંજશીરમાં આશરે 600 તાલિબાની માર્યા ગયા

શનિવારે અફઘાનિસ્તાનના પ્રતિકાર દળોને ટાંકીને સ્પુતનિકે અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાનના પૂર્વોત્તર પ્રાંત પંજશીરમાં લગભગ 600 તાલિબાની માર્યા ગયા છે. અહમદ મસૌદના નેતૃત્વમાં રાષ્ટ્રીય પ્રતિકાર મોરચાનો ગઢ પંજશીર છે.

By

Published : Sep 5, 2021, 10:39 AM IST

sffffff
અફઘાનિસ્તાનના પંજશીરમાં આશરે 600 તાલિબાની માર્યા ગયા

કાબુલ: અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન અને બળવાખોરો, પ્રતિકાર દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલુ છે. ઉત્તર-પૂર્વ પ્રાંત પંજશીરમાં તાલિબાન અને પ્રતિકાર દળો વચ્ચેની લડાઈમાં લગભગ 600 તાલિબાની માર્યા ગયા છે. સ્પુતનિકે શનિવારે અફઘાન પ્રતિકાર દળોને ટાંકીને આ વાત કરી હતી. પંજશીરના પ્રતિકારક દળોએ દાવો કર્યો છે કે શનિવાર સવારથી પંજીશિરનાં વિવિધ જિલ્લાઓમાં 600 જેટલા તાલિબાનિઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 1000 થી વધુ તાલિબાન લડવૈયાઓને કેદ કરવામાં આવ્યા છે અથવા આત્મસમર્પણ કર્યું છે. રેઝિસ્ટન્સ ફોર્સના પ્રવક્તા ફહીમ દાસ્તીએ આ અંગે ટ્વીટ કર્યું છે.

સ્પુતનિક અનુસાર, પ્રવક્તાએ વધુમાં કહ્યું કે," તાલિબાનને અન્ય અફઘાન પ્રાંતમાંથી પુરવઠો મેળવવામાં સમસ્યા છે. દરમિયાન, આ વિસ્તારમાં લેન્ડમાઇન્સની હાજરીને કારણે પંજીશિર પ્રતિકાર દળો સામે તાલિબાનનું અભિયાન ધીમું પડી ગયું છે".

આ પણ વાંચો : કેરળ: શંકાસ્પદ નિપાહ વાયરસ ચેપના કારણે 12 વર્ષનાં બાળકનું મોત

અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે તાલિબાનના સૂત્રોએ જણાવ્યું હતું કે પંજશીરમાં લડાઈ ચાલી રહી છે, પરંતુ કેપિટલ બજાર અને પ્રાંતીય ગવર્નર કમ્પાઉન્ડ તરફ જતા રસ્તા પર લેન્ડમાઇન્સના કારણે તાલિબાને તેની કાર્યવાહી ધીમી કરવી પડી હતી.

આ પણ વાંચો :IRCTC Ramayan Yatra Train: ભક્તો માટે સારા સમાચાર, રેલવેએ શરૂ કરી રામાયણ યાત્રા ટ્રેન

પંજશીરને રાષ્ટ્રીય પ્રતિકાર મોરચાનો ગઢ માનવામાં આવે છે, જેનું નેતૃત્વ ભૂતપૂર્વ અફઘાન ગેરિલા કમાન્ડર અહેમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ અને ભૂતપૂર્વ રાષ્ટ્ર અમરૂલ્લાહ સાલેહ કરે છે. જૂની સરકારને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રખેવાળ જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details