- અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે થઈ અથડામણ
- બંને વચ્ચે થયેલી અથડામણમાં એક અફઘાન સૈનિકનું મોત, ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા
- જર્મનીની સૈના (Germany’s military)એ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી
ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર હજી પણ સ્થિતિ ગંભીર છે. કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર અજાણ્યા હુમલાખોરો સાથે અફઘાની સુરક્ષા બળોની અથડામણ થઈ છે, જેમાં એક અફઘાન સૈનિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. જોકે, જર્મનીની સેનાએ (Germany’s military) ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે.
આ પણ વાંચો-કાબુલ એરપોર્ટમાં ભાગદોડના કારણે 7 અફઘાનીઓના મોત
અમેરિકી અને જર્મન સેના પણ લડાઈમાં સામેલ
જર્મનીની સેનાએ ટ્વિટ કરી કહ્યું હતું કે, અમેરિકી અને જર્મન સેનાઓ પણ લડાઈમાં સામેલ છે અને અમારી સેનાના તમામ જવાન સુરક્ષિત છે. અત્યાર સુધી આ અંગે જાણકારી નથી મળી કે, આ હુમલાને અંજામ આપનારા હુમલાખોરો કોણ છે. જોકે, અત્યારે તો તાલિબાન (Taliban) પર શંકા છે, જેણે કાબુલ એરપોર્ટ (Kabul Airport)ને ઘેરી રાખ્યું છે. યુદ્ધગ્રસ્ત દેશની રાજધાનીમાં આવેલા એરપોર્ટ પર થયેલો હુમલો એવા સમયે થયો છે. જ્યારે બ્રિટિશ સેના (British military)એ કહ્યું હતું કે, રવિવારે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ઘુસવાનો પ્રયાસ દરમિયાન મચેલી ભાગદોડ અને ગોળીબારીના કારણે સાત લોકોના મોત થયા છે. ગયા રવિવારે કાબુલ (Kabul) પર કબજો જમાવ્યા પછી તાલિબાને એરપોર્ટને ઘેરી લીધું છે. તો તાલિબાનની વાપસી અને અફઘાન સરકારના પડવા પછી લોકોની વચ્ચે ડરનો માહોલ છે.