- રશિયામાં વિમાન દુર્ઘટનામાં 28 લોકોના મોત
- એરપોર્ટથી લગભગ 5 કિમી દૂર મળી આવ્યું વિમાન
- એર ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટીતા દુર્ઘટના સર્જાઇ
રશિયા (માસ્કો):રશિયાના કામચત્કાના પૂર્વીય ક્ષેત્રમાં મંગળવારે વિમાન ગુમ થયું હતું. જેમાં 28 લોકો સવાર હતા. જે વિમાન અકસ્માતમાં ક્રેશ થયું છે. આ વિમાન જ્યાં ઉતરવાનું હતું તે એરપોર્ટથી લગભગ 5 કિમી દૂર મળી આવ્યું હતું. વિમાનમાં 22 મુસાફરો અને ક્રૂના છ સભ્યો સહિત 28 લોકો સવાર હતા. રિપોર્ટ અનુસાર, વિમાનના કોઈ પણ સભ્ય આ અકસ્માતમાં બચી શક્યા નથી. એર ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટી આ દૂરઘટના સર્જાઇ હતી.
ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટીતા સર્જાઇ દુર્ઘટનાની
વિમાન પેટ્રોપાવલોવ્સ્ક-કામચત્કા શહેરથી પલાના તરફ દુર્ઘટનાનીઉડન ભરી રહ્યું હતું. તે દરમિયાન તેનો એર ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટીતે રડારથી ગાયબ થયુ હતુ. કામચત્કાના રાજ્યપાલ બ્લાદિમીર સોલોદોવે જણાવ્યું કે, વિમાનનો મુખ્ય ભાગ તટપરથી મળી આવ્યા છે. જ્યારે અન્ય કાટમાળ સમુદ્રમાંથી મળી આવ્યો હતો. મૃતકોમાં બે બાળકો પણ શામેલ છે. જેઓ 12 વર્ષથી ઓછી ઉંમરના હતા. વિમાન એએન -26 કામચત્કા એવિએશન એન્ટરપ્રાઇઝ કંપનીનું છે, જે 1982 થી સેવા આપી રહ્યું છે.
આ પણ વાંચોઃRussia: વિમાનનો સંપર્ક ખોરવાયો, પ્લેનમાં સવાર હતા 28 લોકો
વિમાનમાં કોઈ તકનીકી ખામી ન હતી